આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની શરૂઆત થઈ છે. ત્યારે સત્રનાં પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રી બચુ ખાબડનાં રાજીનામાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસનાં ધારાસભ્યોએ હાથમાં બેનર લઈને બચુ ખાબડના રાજીનામાની માગ કરી હતી. બેરોજગારી, અતિવૃષ્ટિ મામલે ખેડૂતોને સહાય, ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓ કોંગ્રેસ ત્રણ દિવસમાં ઉઠવામાં આવશે તેવી માહિતી પણ આપી હતી.
કોંગ્રેસે બચુ ખાબડના રાજીનામાની માંગ કરી
કોંગ્રેસના ધારાસભ્યોએ 'રાજ્યમાં મનરેગા કૌભાંડની તપાસ કરાવો, તપાસ કરાવો તપાસ કરાવોના તેમજ બચુ ખાબડ રાજીનામું આપો, આખા રાજ્યમાં મનરેગા કૌભાંડની તપાસ કરાવો' જેવા બેનરો તેમજ 'બચુ ખાબડની ધરપકડ કરો, ધરપકડ કરો'ના નારાબાજી સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.