આજથી ત્રણે દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યો છે. ચોમાસા સત્ર પહેલા ભાજપના ધારાસભ્યો દળની બેઠક મળી હતી. વિધાનસભાના શાસક પક્ષના ખંડમાં ભાજપ પક્ષના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ધારાસભ્યો હાજર રહ્યાં હતા.
ધારાસભ્યોને હાજર રહેવા વ્હિપ અપાયો
અત્રે જણાવીએ કે, આ બેઠકમાં સંગઠનના ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં સત્રના ત્રણેય દિવસ ધારાસભ્યોને હાજર રહેવા વ્હિપ અપાયું છે. બેઠકમાં સત્રમાં રજૂ થનારા વિધેયક સહિતની બાબતો માહિતી આપવામાં આવી હતી. સૂત્રો પાપ્ત વિગતો મુજબ બેઠકમાં કોંગ્રેસના વિરોધની કાટ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
MLA રાજેન્દ્ર ચાવડાને બુકે આપી આવકારવામાં આવ્યા
આ શાસક પક્ષના ધારાસભ્યની બેઠકમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાને બુકે આપી આવકારવામાં આવ્યા હતાં. જેઓ ચૂંટાયા બાદ પ્રથમ વખત ગૃહમાં હાજરી આપી રહ્યા છે. અત્રે જણાવી ગુજરાત વિધાનસભાનું સત્ર ત્રણ દિવસ ચાલશે.