logo-img
Chaitar Vasava Latest Update Gujarat Vidhansabha

Chaitar Vasava Video : જેલ બહાર જોવા મળ્યો ચૈતર વસાવાનો જલવો, શરતી જામીન મળતા AAPના ધારાસભ્ય આપશે વિધાનસભામાં હાજરી

Chaitar Vasava Video
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 08, 2025, 04:39 AM IST

Chaitar Vasava Latest Update: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. લાફાકાંડમાં સપડાયા બાદ લાંબા સમયથી જેલમાં બંધ ચૈતર વસાવાને કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યાં છે. આજથી શરૂ થતા વિધાનસભા સત્રમાં ચૈતર વસાવા પોલીસ જાપ્તા સાથે સત્રમાં હાજરી આપશે. ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર થયા બાદ જ્યારે તેઓ વડોદરાની મધ્યસ્થ જેલની બહાર આવ્યાં ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા. જેલની બહાર ચૈતર વસાવાનો ગજબનો જલવો જોવા મળ્યો. સ્થાનિક સમર્થકોની સાથે પોતાની આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ત્યાં હાજર હતા.

કોર્ટે ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે 3 દિવસના શરતી જામીન આપ્યાં છે. ઉલ્લેખનીય છેકે, લાફાકાંડમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. લાફાકાંડ બાદ આમ આદમી પાર્ટીનાં નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ હતાં. જામીન ન મળતા ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જેમાં વિધાનસભાના ધારાસભ્ય તરીકે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા એક જનપ્રતિનિધિ તરીકે ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 3 દિવસના શરતી જામીન આપવામાં આવ્યાં છે. આ 3 દિવસ દરમિયાન ચૈતર વસાવા ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પોલીસ જાપ્તા સાથે હાજરી આપી શકશે. લાફાકાંડમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ડેડીયાપાડા તાલુકા પંચાયતનાં પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ કરી હતીઃ

જણાવી દઈએ કે, 'લાફાકાંડ' માં ધારાસભ્ય સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતનાં (Dediapada Taluka Panchayat) પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ધારાસભ્યની ધરપકડ કરી હતી. ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ચૈતર વસાવા પર વર્ષ 2023 માં વનકર્મીને માર મારવાનો પણ આરોપ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now