logo-img
Gujarat Assembly Session Bills Bhupendra Patel Speech

Gujarat Assembly Session Bill : વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ, જાણો કયા-કયા વિધેયકો રજૂ કરાશે

Gujarat Assembly Session Bill
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 08, 2025, 06:39 AM IST

Gujarat Assembly Session Bill: આજથી 3 દિવસ વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં હાજર છે. વિધાનસભાના 3 દિવસના ચોમાસુ સત્ર દરમિયાન વિસાવદરથી ધારાસભ્ય તરીકે પહેલીવાર ચૂંટાયેલાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર સૌ કોઈની નજર રહેશે.

ચોમાસા સત્ર પહેલા બીજેપીના ધારાસભ્યોની બેઠક મળી. વિધાનસભાના શાસક પક્ષના ખંડમાં આ બેઠક મળી. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત બીજેપીના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં. બેઠકમાં સંગઠનના બીજેપી પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં સત્રના ત્રણેય દિવસ ધારાસભ્યોને હાજર રહેવા વ્હિપ આપવામાં આવ્યું છે. બેઠકમાં સત્રમાં રજૂ થનારા વિધેયક સહિતની બાબતો અંગે માહિતી આપવામાં આવી. બેઠકના કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાને બુકે આપી આવકારવામાં આવ્યાં. તે ચૂંટાયા બાદ પ્રથમ વખત ગૃહમાં હાજરી આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છેકે, આજથી આગામી 10 સપ્ટેમ્બર,2025 સુધી 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર યોજાશે. આજે સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી કરવામાં આવી. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ 9 અને 10ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત 5 વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.

સત્ર દરમિયાન કુલ 5 વિધેયક રજૂ કરાશેઃ

1) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025

2) નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, 2025

3) ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025

4) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025

5) ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now