કચ્છના મુન્દ્રા તાલુકાના વવાર ગામે કૌટુંબિક અદાવતના કારણે એક ગંભીર ફાયરીંગની ઘટના સામે આવી છે. ગામના ચોકમાં જાહેરમાં થયેલા ફાયરિંગના બનાવથી વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે અને પોલીસ તંત્ર દોડધામમાં આવી ગયું છે.
મુન્દ્રાના વવાર ગામે કૌટુંબિક અદાવતમાં ફાયરિંગ
પ્રાપ્ત માહિતી મુજબ પતુ લધા ગઢવીએ પોતાની કૌટુંબિક અદાવતના પગલે ભીમા રામ ગઢવી પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ભીમા રામ ગઢવીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે મુન્દ્રાની કે.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાગપર પોલીસે હાથધરી
હજુ સુધીની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે, આ ઘટના કૌટુંબિક ઝઘડાના કારણે બની છે. જયારે બનાવની જાણ થતા તાત્કાલિક પ્રાગપર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે