સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની યોજાનારી સભા ભારે વરસાદની આગાહીને લઇ મૌફુક રાખવામાં આવી છે. અત્રે જણાવીએ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે ભારે વરસાદની આગાહીના પગલે ખેડૂત સંમેલન મૌફુક રાખવામાં આવ્યું છે.
કેજરીવાલની સભા મોકૂફ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કપાસ પર આયાત વેરો હટાવવાના વિરોધમાં ચોટીલા ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદના કારણે આ કિસાન મહાપંચાયત મોકૂફ રાખવામાં આવી છે. આ ચોટીલા ખાતે ખેડુત સંમેલન માં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી હાજર રહેવાના હતા
અરવિંદ કેજરીવાલ 2 દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસ આવ્યા છે. ચોટીલામાં કપાસ પર આયાત ટેક્સ હટાવવાના વિરોધમાં ખેડૂત મહાપંચાયતમાં યોજવાની હતી. આ મુદ્દે કેજરીવાલે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, 'ચોરી છૂપીથી કેન્દ્રની મોદી સરકારે કપાસના ખેડૂતો સાથે દગો કર્યો છે. અમેરિકાથી આવતી કપાસ પર આયાત વેરો હટાવી દેતા દેશના ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થશે. એક તરફ સરકારે અમેરિકાથી આવતી કપાસ પરનો આયાત વેરો હટાવી દીધો અને બીજી તરફ ભારત પર અમેરિકાએ ટેરિફ લગાવી દીધો જેના કારણે આપણો હીરા ઉદ્યોગ તહસ-નહસ થઇ ગયો છે