સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળામાં આવેલા પૂરથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રતનપુરા ગામે સાબરમતી નદીમાં ફસાયેલા 9 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ કરાયું છે.
રતનપુરા ગામે નદીમાં ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ
અત્રે જણાવીએ કે, સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુરા ગામે સાબરમતી નદીના મધ્યમાં કેટલાક લોકો ફસાઈ ગયા હોવાની જાણકારી સ્થાનિક વહીવટીતંત્રને મળી હતી. જે જાણકારી મળતા જ હિંમતનગર ખાતે તહેનાત 06 બટાલિયન NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે પુરની વચ્ચે ફસાયેલા કુલ 9 નાગરિકો – જેમાં 2 પુરુષ, 4 મહિલાઓ અને 3 બાળકોનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.
સાંજના 6થી સવારના 4 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ?
કપરાડા- 10.00 ઈંચ
પોશીના- 5.79 ઈંચ
ધરમપુર- 4.88 ઈંચ
રાધનપુર-6.61 ઈંચ
ઉમરગામ-4.33 ઈંચ
ભચાઉ- 4.13 ઈંચ
સાંતલપુર- 3.70 ઈંચ
કડી- 3.58 ઈંચ
બોટાદ- 3.50 ઈંચ
સાણંદ- 3.43 ઈંચ
દાંતા-3.43 ઈંચ
પાલનપુર- 3.43 ઈંચ
પડધરી- 3.43 ઈંચ
તલોદ- 3.19 ઈંચ
પાટણ-3.11 ઈંચ
સતલાસણા- 3.7 ઈંચ
ખેડબ્રહ્મા- 3.11 ઈંચ
પ્રાંતિજ-2.99 ઈંચ
ટંકાર- 2.87 ઈંચ
સિદ્ધપુર- 2.87 ઈંચ
લાખાણી- 2.83 ઈંચ
જામકંડોરણા- 2.83 ઈંચ
મહેસાણા- 2.72 ઈંચ
ધાનેરા- 2.72 ઈંચ
પારડી- 2.68 ઈંચ
રાપર- 2.68 ઈંચ
બાયડ- 2.68 ઈંચ
ભિલોડા- 2.64 ઈંચ