ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી, બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 વ્યક્તિઓનું SDRFની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે
SDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ
દાંતા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ SDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂર્ણ કર્યું હતું. SDRFના જવાનોની બહાદુરી ભરી કામગીરીથી તમામ 8 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. વરસાદને પગલે બનાસકાંઠા વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી નદી, નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ના જવા અનુરોધ કર્યો છે.
સાંજના 6થી સવારના 4 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ?
કપરાડા- 10.00 ઈંચ
પોશીના- 5.79 ઈંચ
ધરમપુર- 4.88 ઈંચ
રાધનપુર-6.61 ઈંચ
ઉમરગામ-4.33 ઈંચ
ભચાઉ- 4.13 ઈંચ
સાંતલપુર- 3.70 ઈંચ
કડી- 3.58 ઈંચ
બોટાદ- 3.50 ઈંચ
સાણંદ- 3.43 ઈંચ
દાંતા-3.43 ઈંચ
પાલનપુર- 3.43 ઈંચ
પડધરી- 3.43 ઈંચ
તલોદ- 3.19 ઈંચ
પાટણ-3.11 ઈંચ
સતલાસણા- 3.7 ઈંચ
ખેડબ્રહ્મા- 3.11 ઈંચ
પ્રાંતિજ-2.99 ઈંચ
ટંકાર- 2.87 ઈંચ
સિદ્ધપુર- 2.87 ઈંચ
લાખાણી- 2.83 ઈંચ
જામકંડોરણા- 2.83 ઈંચ
મહેસાણા- 2.72 ઈંચ
ધાનેરા- 2.72 ઈંચ
પારડી- 2.68 ઈંચ
રાપર- 2.68 ઈંચ
બાયડ- 2.68 ઈંચ
ભિલોડા- 2.64 ઈંચ