અમદાવાદમાં શનિવારે સાંજથી ભારે જ વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી સતત વરસાદના કારણે સાબરનદી નદી ઉપર આવેલા વાસણા બેરેજના નીચાણ વાળા વિસ્તારમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.
ગોતા, જગતપુર, ચાંદખેડા, મોટેરા, ન્યુ રાણીપ, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં શનિવારે સાંજથી જ સતત વરસાદ વરસાદ ચાલી રહ્યો છે. જેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગોતા, જગતપુર, ચાંદખેડા, મોટેરા, ન્યુ રાણીપ, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અમુક રસ્તાઓ પર નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારમાં અડચણ પડી રહી છે.
અમદાવાદમાં દીવાલ ધરાશાયી, બે કાર અંદર ખાબકી
અમદાવાદના બોપલ વિસ્તારમાં સરસ્વતી હોસ્પિટલ પાસે દીવાલ ધરાશાયી થઈ છે. જેના કારણે બાજુમાં આવેલી કન્સ્ટ્રકશનમાં સાઇટની જગ્યામાં પાર્કિંગમાં રહેલી ત્રણ ગાડીઓ પડી છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની એક ગાડી હાલમાં ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જોકે, સદનસીબે ગાડીમાં કોઈ ન હોવાથી જાનહાની થઈ નથી.
209 તાલુકામાં વરસાદ
વલસાડના કપરાડામાં દિવસે 8 કલાકમાં 6 ઇંચ સહિત 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી-પાણી થતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન બોટાદમાં 3.50, સાબરકાંઠાના પોશિનામાં 3.25, રાજકોટના પડધરીમાં 3.15, અમદાવાદના સાણંદમાં 3 ઈંચ, સાબરકાંઠાના તલોદમાં વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં નોંધપાત્ર વરસાદ પડયો તેમાં 2.85 ઈંચ સાથે 2.75 ઈંચ સાથે સાબરકાંઠાના પ્રાંતિજ, 2.60 ઈંચ સાથે અરવલ્લી રાજકોટના જામકંડોરણાના બાયડ-વલસાડના ઉમરગાંવનો સમાવેશ થાય છે. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.