હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તેમજ માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના પણ આપી છે. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આગાહીને લઈ ચેતવણી પણ આપી છે. દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર એક નીચા દબાણના કારણે દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે જેને લઈ ચેતવણી જાહેર કરી છે.
માછીમારો માટે ચેતવણી જાહેર!
દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર પર સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યો છે. ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. જેના કારણે દરિયામાં ફરતા તમામ વેપારી જહાજો, માછીમારી જહાજો અને અન્ય જહાજોને એલર્ટ કરવામાં આવ્યા છે.
માછીમારોને નજીકના બંદર પર પાછા ફરવા સૂચના અપાઈ
બધા વેપારી જહાજોને સાવચેતી રાખવા અને હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં, માછીમારોને નજીકના બંદર પર પાછા ફરવા માટે સતત હવામાન ચેતવણી જારી કરવામાં આવી રહી છે. ડીઆઈજી મનજીત સિંહ ગિલ ઓખા ખાતે કોસ્ટ ગાર્ડ જિલ્લાના કમાન્ડર, ઉત્તર ગુજરાતે પહેલાથી કાર્યરત તમામ માછીમારી જહાજોને વિલંબ કર્યા વિના નજીકના બંદર પર પાછા ફરવા વિનંતી કરી છે. દરિયાકાંઠાના રહેવાસીઓ અને માછીમાર સમુદાયોને સતર્ક રહેવા અને ભારતીય કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવા વિનંતી કરી છે.