મહેસાણામાં જન ક્રાંતિ મહારેલી નીકળી હતી. જેમાં મહેસાણા જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના અને તેમજ પાટીદાર સહિતના સમાજના અગ્રણીઓ જોડાયા હતા. પ્રેમલગ્ન નોંધણીના કાયદાઓમાં ફેરફારની માગ સાથે નીકળેલી જન ક્રાંતિ મહારેલીમાં મહેસાણા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.
કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી મહારેલી નીકળી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં પ્રેમલગ્નના કાયદામાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવા માટે સરકાર સમક્ષ માગણીઓ કરવામાં આવી છે.
''પ્રેમલગ્ન કરનારી દીકરીને મિલકતમાંથી બેદખલ કરો''
આ મહારેલીમાં જોડાયેલા અગ્રણીઓ કહ્યું કે, ''પ્રેમલગ્ન કરનારી દીકરીને મિલકતમાંથી બેદખલ કરો'' વધુમાં કહ્યું કે, આ રેલીનો ઉદ્દેશ સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવાનો અને યુવાનોને જવાબદાર બનાવવાનો છે તેમજ સરકાર આ માગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરે એવી અપીલ પણ કરવામાં આવી''
''...અને પછી કહે છે કે હું માતા-પિતાને ઓળખતી નથી''
પાટીદાર સમાજના અગ્રણીએ કહ્યું કે, ''અત્યારે દરેક સમાજમાં માતા-પિતાની એક પીડા છે કે છોકરીને લાલન પાલનથી મોટી કરીએ અને તેની ઉંમર 20 વર્ષની થાય છે અને તે ભાગીને લગ્ન કરી લે છે અને પછી કહે છે કે હું માતા-પિતાને ઓળખતી નથી''.
શુ માગ કરી?
30 વર્ષ સુધી માં-બાપની સહી ફરિજયાત કરવી
છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ
સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવી
30 વર્ષ પછી જે પ્રેમ લગ્ન કરે તે છોકરો, છોકરીના માં બાપના નામે 10 લાખ રૂપિયાની એફ.ડી કરાવે
પ્રેમ લગ્ન કરે તેને તેના માં બાપની મિલકત માંથી બેદખલ કરવામાં આવે