ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોના વેરિફિકેશન માટે SIR ની કામગીરી પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ કામગીરી હેઠળ રાજ્યના 5 કરોડથી વધુ મતદારોના ઘર સુધી જઈને BLO મતદાર યાદી અપડેટ કરશે. મતદારોની ઓળખ, સરનામું અને અન્ય જરૂરી માહિતીની ચકાસણી કરીને નવી મતદાર યાદી તૈયાર કરશે.
SIR માટેનું ફોર્મ કેવું હશે?
BLO જ્યારે ઘરે આવશે ત્યારે તે મતદારોને એક ફોર્મ આપશે, જે ત્રણ ભાગમાં વહેંચાયેલું હશે. જેમાં જરૂરી વિગતો તમારે ભરવાની રહેશે.
પ્રથમ
મતદારનું નામ, EPIC નંબર અને સરનામું
બીજું
મતવિસ્તાર અને સંબંધિત વિસ્તારની વિગતો
ત્રીજું બોક્ષ
જેમાં મતદારનો જેનો ફોટો હશે તેની બાજુમાં નવો પ્રિન્ટેડ ફોટો ચોટાડવાો રહેશે
ફોર્મ કેવી રીતે ભરવું?
મતદારોને ફોટો સહિત વિવિધ પ્રકારની માહિતી આપવાની રહેશે. જેમ કે જન્મ તારીખ, સરનામું, મોબાઈલ નંબર, જાતિ, ધર્મ, શિક્ષણ, આધાર નંબર વગેરે. ફોર્મ BLO દ્વારા આંશિક રીતે ભરેલું હશે, અને બાકીની વિગતો મતદારે જાતે પૂરણી પડશે.
જો જૂની યાદીમાં તમારું નામ ન હોય તો?
જો તમારું નામ જૂની મતદાર યાદીમાં ન હોય, તો તમારે તમારી ઓળખ સાબિત કરવા માટે નીચેના 12 દસ્તાવેજોમાંથી કોઈ એક માન્ય રહેશે:
ક્યાં 12 દસ્તાવેજો માન્ય રહેશે
કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા PSUના કોઈપણ નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલા ઓળખકાર્ડ અથવા પેન્શન ચુકવણી ઓર્ડર
1 જુલાઈ, 1987 પહેલા સરકાર/સ્થાનિક સત્તા/ બેંક/ પોસ્ટ ઓફિસ/ LIC/ PSU દ્વારા જારી કરાયેલા ઓળખકાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ
સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા જન્મ પ્રમાણપત્ર
પાસપોર્ટ
માન્યતાપ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટીઓ દ્વારા જારી કરાયેલા મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર
રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
વન અધિકાર પ્રમાણપત્ર
OBC/SC/ST અથવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા જાતિ પ્રમાણપત્ર
રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર
રાજ્ય/સ્થાનિક સત્તા દ્વારા તૈયાર કરાયેલું કુટુંબ રજિસ્ટર
સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
આધાર માટે તારીખ 9.9.2025ના પત્ર નંબર 23/2025-ERS/VOL 2 દ્વારા જારી કરાયેલ કમિશનના નિર્દેશ લાગુ પડશે
શું કરવું જરૂરી
જો BLO તમારા ઘરે આવે, તો તમામ વિગતો ચકાસો
તમારી માહિતી સાચી છે તેની ખાતરી કરો
ફોટો નવો અને સ્પષ્ટ દેખાય તેવા આપો
કોઈ માહિતી ખોટી હોય તો તાત્કાલિક સુધારો કરાવો





















