ગુજરાતમાં કમોસમી વરસાદથી સર્જાયેલી વિપરીત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં જે ખેડૂતોને કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે, તે માટે સરકાર દ્વારા 10000 રૂપિયાનું રાહત પકેજ જાહેર કર્યું છે. આની CM પટેલ દ્વારા એક્સ પર ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી.
ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે નુકસાનને લઈને રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે “આ પેકેજ ખેડૂતોની આંખમાં ધૂળ ચોખવા અને છેતરપિંડી બરોબર છે.” અમિત ચાવડાએ જણાવ્યું કે સરકારના પોતાના આંકડા મુજબ રાજ્યમાં 72 લાખ હેક્ટર જેટલું વાવેતર થયું હતું, જેમાંથી 42 લાખ હેક્ટર જેટલું પાક નુકસાન થયું છે, છતાં સરકાર વાસ્તવિક મદદ આપવાનો ઇરાદો ધરાવતી નથી.
તેમણે સરકાર પર આરોપ મૂક્યો કે કહેવાતી “મૃદુ અને સંવેદનશીલ સરકાર” ખેડૂતોના દેવા માફ કરવા માટે તૈયાર નથી. “હવે સમય પેકેજ આપવાનો નહીં, પરંતુ પાક વીમા યોજના અસરકારક રીતે અમલમાં મૂકવાનો છે,” એમ તેમણે ઉમેર્યું. અમિતભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું કે સરકારની “ખેડૂત વિરોધી અને વિરપઢી માનસિકતા” સ્પષ્ટ જોવા મળી રહી છે. તેમણે માંગ કરી કે “સ્થળ પર જઈને હકીકત જોવામાં આવે તો એક વિઘા દીઠ 24 હજાર નહીં, પરંતુ ઓછામાં ઓછું 50 હજાર રૂપિયા સહાય આપવી જોઈએ.”




















