Accident In Ahmedabad: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અકસ્માતો અને મોતનો સિલસિલો ચાલુ છે. ત્યારે 8 નવેમ્બરે વહેલી સવારે અમદાવાદના SG હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. હકીકતમાં થલતેજ અંડરપાસ નજીક હાઇવે પર ઉભેલા એક ટ્રને પાછળથી આવતી કારે ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે કારમાં હાજર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઉભેલા ટ્રક સાથે કાર અથડાઈ
મળતી માહિતી મુજબ, થલતેજ અંડરપાસ નજીક એક આઇસર ટ્રક રોડ પર ઊભો હતો. આ દરમિયાન પાછળથી બેફામ આવતી એક કાર ટ્રકની પાછળના ભાગમાં જોરદાર અથડાઇ હતી. આ ગંભીર અકસ્માતમાં કાર ચલાવતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જવાના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




















