દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે નવજાત શિશુ માટે અટલ સ્નેહ યોજના. તો ચાલો આ યોજના વિશે જાણીએ...
કોને લાભ મળે
નવજાત શિશુથી 18 વર્ષના તમામ બાળકો.
શું લાભ મળે?
જન્મજાત ખામીઓનું સ્ક્રીનીંગ અત્યાર સુધી બાળક થોડું મોટું થયા પછી જ તેની જન્મજાત ખામી અંગે ખ્યાલ આવતો હતો, હવે જન્મના 48 કલાકની અંદર શિશુનું પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની બીમારીઓની સારવાર મળશે.
ન્યુરલ ટયુબ ડીફેક્ટસ
લેફ્ટલીપ અને પેલેટ
ક્લબ ફૂટ
ડેવલપમેન્ટલ ડીસ્લેઝીયા ઓફ હીપ
કન્જનાઈટલ કેટેરેકટ
કન્જનાઈટલ હાર્ટ ડીસીઝ
રેટીનોપેથી ઓફ પ્રીમેચ્યોરીટી
ડાઉન સિન્ડ્રોમ
અન્ય કોઈ નોંધપાત્ર ખોટ
ક્યાં થી લાભ મળે?
સરકારી અથવા ખાનગી પ્રસુતિ ગૃહ અને અન્ય પરિસ્થિતિમાં એટલેકે ઘરે અથવા અન્ય જગ્યાએ પ્રસુતિ થઈ હોય તેવા કિસ્સાઓમાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર /આર.બી.એસ.કે.ટીમ/આશા કર્મચારી મારફતે.
લાભ મેળવવાની પદ્ધતિ
જીલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ કે જ્યાં પ્રસુતિ થતી હોય (સરકારી અથવા ખાનગી) ત્યાં દરેક શિશુનું જન્મજાત ખામી માટે સ્ક્રીનીંગ કરવાનું રહેશે.




















