Home Gujarat Ndps Raid By State Monitoring Cell In Bapunagar Two Accused Arrested With Md Drugs Worth Rs 594 Lak

SMCની લાલ આંખ! : બાપુનગરમાં હોસ્પિટલ પાસે રેડ પાડી ડ્રગ્સનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું, લાખોનો મુદ્દામાલ જપ્ત

SMCની લાલ આંખ!
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 02:00 PM IST

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે સ્ટેટ મોનીટરીંગ સેલે મોટી કાર્યવાહી કરતા બાપુનગર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

માહિતી મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 11 અને 12 માર્ચના રોજ બાપુનગર વિસ્તારમાં ટ્રિનિટી હોમિયોપેથીક હોસ્પિટલ સામે, સોનારિયા બ્લોક પાછળ રોડ પર રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી દીપકકુમાર દહ્યાલાલ વાઘેલા અને રૂબીના રશીદભાઈ મિર્ઝાને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી 198.32 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ જપ્ત કરી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹5,94,960 થાય છે. ઉપરાંત, 2 મોબાઇલ ફોન (₹20,000) અને એક વાહન (₹50,000) સહિત કુલ ₹6,64,960નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓને ડ્રગ્સ સપ્લાય કરનાર મોઇન લાલા સહિત બે શખ્સ હાલ ફરાર છે, જેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે. બંને ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ગુનાહિત રેકોર્ડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી PI પી.પી. બ્રહ્મભટ્ટ અને PSI સી.કે. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ સામે NDPS એક્ટની કલમ 8(C), 22(C), 29 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111(3), 111(4) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now