Home Gujarat Sabarkantha Ponzi Scheme Ajay Makwana Arrested Ar Group Fraud

સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટ્યો : AR ગ્રુપનો અજય મકવાણા ઝડપાયો, કરોડોની છેતરપિંડીનો આરોપ

સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટ્યો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 01:47 PM IST

સાબરકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાની પોન્ઝી સ્કીમ ચલાવવાના મામલે આરોપી અજય મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી દ્વારા AR ગ્રુપના નામે રોકાણકારોને લાલચ આપી મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે.

આ મામલે CID Crime Gujarat અને હિંમતનગર પોલીસ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પાંચ મહિના થી ફરાર હતો આરોપી

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી અજય મકવાણા છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો. સતત શોધખોળ બાદ હિંમતનગર પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

કરોડોની છેતરપિંડીનો આરોપ

અજય મકવાણા પર AR ગ્રુપના નામે પોન્ઝી સ્કીમ ચલાવી લોકોને રોકાણ માટે પ્રલોભન આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કેસમાં અજય મકવાણા, તેના પિતા રાજુસિંહ મકવાણા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે Gujarat Protection of Interest of Depositors Act (GPID Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગેંગની તપાસ શરૂ

અજય મકવાણાની ધરપકડ બાદ હવે પોલીસે તેની સાથે સંકળાયેલી ગેંગની તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી ફરાર રહેવા દરમિયાન તેને કોણે આશરો આપ્યો હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now