Home Gujarat Allegations Of Long Standing Harassment And Threats Against A Hindu Girl In Vadodara Cit

વડોદરામાં ‘કેરલા સ્ટોરી’ જેવી ઘટના? : યુવતીનો આક્ષેપ; લગ્ન બાદ ધર્મ બદલવા કર્યું દબાણ, મારપીટ-ધમકી બાદ પોલીસમાં ફરિયાદ

વડોદરામાં ‘કેરલા સ્ટોરી’ જેવી ઘટના?
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:51 PM IST

Vadodara News: વડોદરા શહેરમાં એક હિન્દુ યુવતી સાથે લાંબા સમયથી થયેલા અત્યાચાર અને ધમકીના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે પીડિતાએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ આરોપી સલમાનખાન સલીમખાન પઠાણે યુવતી સાથે વર્ષો સુધી સંબંધ રાખ્યા હતા. પીડિતાના જણાવ્યા મુજબ લગભગ આઠ વર્ષ સુધી આરોપીએ તેને પોતાની સાથે રાખ્યા બાદ કોર્ટ મેરેજ કરી હતી અને ત્યારબાદ નિકાહ પણ કરાવ્યો હતો. આ દરમિયાન બંનેને એક સંતાન પણ થયું હોવાનું સામે આવ્યું છે.

પીડિતાના આક્ષેપ મુજબ લગ્ન બાદ આરોપી અને તેના પરિવારજનો દ્વારા યુવતી પર મુસ્લિમ ધર્મ પ્રમાણે જીવન જીવવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. આરોપીના પરિવારજનો દ્વારા બીજી મુસ્લિમ પત્ની લાવવાની ચર્ચા થતા બંને વચ્ચે તણાવ વધ્યો હતો. યુવતીએ તેનો વિરોધ કરતા આરોપી દ્વારા તેને મારપીટ કરવામાં આવતી હતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

યુવતીના કહેવા મુજબ તાજેતરમાં તે પોતાની માતા પાસે રહેવા આવી હતી. તે દરમિયાન આરોપી બળજબરીપૂર્વક તેને રિક્ષામાં બેસાડી આજવા ગામ તરફ લઈ ગયો હતો. ત્યાં લઈ જઈ તેના પર મારપીટ અને અત્યાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ છે. ઉપરાંત આરોપીએ તેને ગંભીર ધમકીઓ પણ આપી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર આરોપીના અત્યાચારથી બચવા માટે તે કોઈ રીતે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થઈ હતી. ત્યારબાદ તેણે નજીકના સ્થાનિક લોકોની મદદ માંગીને પોતાના ઘરે પહોંચવામાં સફળતા મેળવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ અંગે યુવતીએ બાપોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now