Home Gujarat Robbery Gang Of Brides From Andada Village Of Ankleshwar Has Been Busted

સાવધાન! અંકલેશ્વરમાં 'લુટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ : એક સાથે ચાર વરરાજાઓને લાખોનો ચૂનો લગાવ્યો, આ રીતે ફૂટ્યો ભાંડો

સાવધાન! અંકલેશ્વરમાં 'લુટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 01:46 PM IST

Bharuch News: ગુજરાતમાં લગ્નના બહાને છેતરપિંડી કરતી 'લુટેરી દુલ્હન'ના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ અંકલેશ્વરના અંદાડા ગામે જે ઘટના સામે આવી છે તેણે સૌને ચોંકાવી દીધા છે. અંદાડા ગામની એક યુવતી અને તેની ટોળકીએ એક-બે નહીં પણ ચાર-ચાર વરરાજાઓ સાથે છેતરપિંડી કરી હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે હવે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાઈ છે.

શું છે સમગ્ર મામલો?

બનાસકાંઠાના ડીસા ખાતે રહેતા ગોકુળ પ્રજાપતિના સાળા માટે પત્નીની શોધ ચાલતી હતી. આ દરમિયાન તેમનો સંપર્ક નવઘણ ઉર્ફે ગોવિંદ દેસાઈ અને રમેશ પ્રજાપતિ સાથે થયો હતો. આ વચેટિયાઓએ સોનુ નામની યુવતી અને દરિયાબેન નામની મહિલા સાથે મળીને લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી. લગ્ન કરાવવાના બદલામાં આ ટોળકીએ **₹3 લાખની માતબર રકમ માંગી હતી. લગ્ન થઈ ગયા બાદ આ લુટેરી દુલ્હન ઘરેણાં અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી હતી.

એક જ યુવતી, અનેક શિકાર

પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી રહી છે તે મુજબ, આ માત્ર એક જ પરિવાર સાથે થયેલી છેતરપિંડી નથી. આ ગેંગે આયોજનબદ્ધ રીતે ગુજરાતના અલગ-અલગ જિલ્લાના લોકોના સંપર્ક કરી અત્યાર સુધીમાં ચાર વરરાજાઓ સાથે છેતરપિંડી કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ ટોળકી પહેલા એવા યુવકોને શોધતી હતી જેમના લગ્ન થવામાં મુશ્કેલી પડતી હોય. ત્યારબાદ વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવતા અને લગ્નના થોડા જ દિવસોમાં યુવતી ઘરેણાં લઈને ફરાર થઈ જતી હતી.

પોલીસ કાર્યવાહી અને તપાસનો ધમધમાટ

ભોગ બનનાર પરિવારે હિંમત દાખવી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે સોનુ (દુલ્હન), દરિયાબેન, નવઘણ ઉર્ફે ગોવિંદ અને રમેશ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આશંકા છે કે આ ટોળકીના તાર ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now