ગુજરાતમાં કમોસમી પડેલા વરસાદના પગલે ખેતી પાકમાં ભારે નુકસાન થયું છે. જેના પગલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. મગફળી, કપાસ સહિતના પાકો નિષ્ફળ ગયા છે. જેના પગલે સરવેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો કે, પાપ્ત વિગતો મુજબ આજે સરવેની કામગીરી લગભગ પૂર્ણ થઈ જશે. તો બીજી તરફ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સહિત કૃષિ મંત્રી, અધિકારીઓની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ગમેત્યારે રાહત પેકેજ પણ જાહેર થઈ શકી છે.
7,000 કરોડના સહાય પેકેજ?
સૂત્રો પાપ્ત વિગતો મુજબ 7,000 કરોડના સહાય પેકેજનો ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. જે અંગે મુખ્યમંત્રી ગમેત્યારે જાહેરાત પણ કરી શકે છે. જો કે, ખેતીપાકમાં નુકસાન મામલે રાજ્યના 249 તાલુકાઓને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે. ત્યારે આ રકમ આ તમામ જિલ્લાઓમાં વિભાજિત થશે.
આજે સરવેની કામગીરી પૂર્ણ થઈ જશે!
કમોસમી વરસાદના પગલે થેયલા ખેતી પાકમાં નુકસાની મામલે સરવે કરવા માટે સરકારે 4800 જેટલી ટીમને કામે લગાડી છે. સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ ખેડૂતો પાસેથી વિગતો મેળવી હતી. ત્યાર બાદ ટોચના અધિકારીઓ સાથે મિટિંગોનો દૌર ચલાવ્યો. ગઈકાલ સુધીમાં અંદાજ 70% અસરગ્રસ્ત વિસ્તારોમાં સરવે પૂર્ણ થઇ ગયો હતો. બાકી રહેલો 30 ટકા સરવે પણ આજે પૂર્ણ થઈ જશે.





















