બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ PM મોદી પર અભદ્ર ટીપ્પણી કરી હતી. જેની સાથે ઘણા દિવસોથી શાંત રહેલી ભાજપ અચાનક આક્રમક થઈ ગઈ. રસ્તા પર ભાજપ કાર્યકર્તાઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે મંચ પરથી ગૃહમંત્રી અમિત શાહે આને ચૂંટણીનો રંગ આપતા કહ્યું, "જેટલી ગાળો પીએમ મોદીને આપશો, એટલું જ વધુ કમળ ખીલશે." કોંગ્રેસનું કહેવું છે કે રાહુલની યાત્રાથી ધ્યાન હટાવવા માટે આ ભાજપનું ષડયંત્ર છે. ત્યારે હવે ગુજરાત ભાજપ પણ આ મામલે આક્રમક જોવા મળી રહ્યું છે અને વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. અમદાવાદ શહેર ભાજપ અને યુવા મોરચાએ એલિસબ્રિજ વિસ્તારમાં ટાઉનહોલ પાસે રાહુલ ગાંધીનું પૂતળું દહન કર્યું હતું. તો આ તરફ ગાંધીનગર અને બોટાદમાં પતળા દહન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ભાજપનો વિરોધ
અમદાવાદ શહેર ભાજપ અને યુવા મોરચાએ એલિસબ્રિજ વિસ્તારમાં ટાઉનહોલ પાસે રાહુલ ગાંધીનું પૂતળું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. શહેર ભાજપ અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.
"રાહુલ ગાંધી માંફી માંગે"ના નારા લાગ્યા
મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના કાર્યકરો રાજનીતિમાં ભાન ભૂલીને હવે નિમ્ન કક્ષાનું રાજકારણ કરતા થયા છે. પ્રધાનમંત્રીની ગરીમા ન જાળવીને તેમજ તેમની સ્વર્ગીય માતા વિશે જે અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે તે નિમ્ન માનસિકતા દર્શાવે છે. આજે સમગ્ર દેશવાસીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જોડે લાગણીથી જોડાયેલા છે ત્યારે સમગ્ર દેશવાસીઓની લાગણી દુભાણી છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની માંગણી છે કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી તેમજ તેમની સ્વર્ગીય માતાની માંફી માંગવી જોઈએ." આ વિરોધ પ્રદર્શનમાં "રાહુલ ગાંધી માંફી માંગે", "પ્રધાનમંત્રી કા યે અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન" તેમજ "હાય રે કોંગ્રેસ હાય હાય" જેવા નારા લગાવી અને રાહુલ ગાંધીના પુતળાને દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બોટાદમાં ભાજપના કાર્યકરોમાં રોષ
બોટાદમાં યુવા ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. બોટાદના પંડિત દિનદયાળ ચોક ખાતે યુવા ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ સામે સુત્રોચ્ચાર કરી પુતળા દહન કર્યું હતું. ભાજપ અગ્રણીએ કહ્યું કે, ''કોંગ્રેસની હલકી અને વિખરાયેલી માનસિકતા જાહેર થઈ છે ત્યારે અભદ્ર ટીપણી ક્યારેય ચલાવી નહી''