Home International Earthquake Tremors Felt In Bageshwar Uttarakhand Early In The Morning

આજે ઉત્તરાખંડ ધ્રુજી ઉઠ્યું! : 2026 ના 13 દિવસોમાં અનુભવાયા 26 વખત ભૂકંપ

આજે ઉત્તરાખંડ ધ્રુજી ઉઠ્યું!
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 08:49 AM IST

Earthquake 2026: નવું વર્ષ 2026 ના શરૂઆતી દિવસોને જોઈને લાગી રહ્યું છે કે આ વર્ષ ભારત માટે ખૂબ જ ભારે રહશે. કારણ કે 2026 શરૂ થયું ત્યારથી દરરોજ દેશના કોઈક ને કોઈક ખૂણે ભૂકંપ આવી રહ્યા છે. ત્યારે 13 જાન્યુઆરી 2026 ના રોજ ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં મંગળવારે સવારે ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.5 રિક્ટર સ્કેલ હતી. આ ઝટકા સવારે 7:25 વાગ્યે આવ્યા અને આ 10 કિલોમીટર ઊંડા હતા. ભૂકંપનું કેન્દ્ર 29.93° ઉત્તર અક્ષાંશ અને 80.07° પૂર્વ દેશાંતર પર હતું. જોકે સારી વાત એ છે કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર આવ્યા નથી.

મણિપુરમાં પણ અનુભવાયા હતા ઝટકા

તમને જણાવી દઈએ કે સોમવારે મણિપુરના થૌબલ જિલ્લામાં પણ 3.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભારતમાં વર્ષ 2026 ના 13 દિવસોમાં અનુભવાયો 26 વખત ભૂકંપ

1 જાન્યુઆરી

લોઅર સુબનસિરી, અરુણાચલ પ્રદેશ - તીવ્રતા 2.1

ચંબા, હિમાચલ પ્રદેશ- તીવ્રતા 2.0

2 જાન્યુઆરી

રાયચુર, કર્ણાટક - તીવ્રતા 2.7

3 જાન્યુઆરી

સોરેંગ, સિક્કિમ- તીવ્રતા 3.9

4 જાન્યુઆરી

લેહ, લદ્દાખ - તીવ્રતા 3.4

લેહ, લદ્દાખ - તીવ્રતા 3.5

વેસ્ટ ખાસી હિલ્સ, મેઘાલય- તીવ્રતા 2.7

5 જાન્યુઆરી

ગોમતી, ત્રિપુરા- તીવ્રતા 3.9

મંડી, હિમાચલ પ્રદેશ- તીવ્રતા 3.6

મોરીગાંવ, અસમ- તીવ્રતા 5.1 (સૌથી મોટો)

6 જાન્યુઆરી

ચૂરાચાંદપૂર, મણિપુર- તીવ્રતા 2.8

ઈસ્ટ દિલ્હી, દિલ્હી- તીવ્રતા 1.5

8 જાન્યુઆરી

કાંકચિંગ, મણિપુર- તીવ્રતા 3.4

ઉદાલગુરી, અસમ- તીવ્રતા 3.9

9 જાન્યુઆરી

કરબી આંગલોંગ, અસમ- તીવ્રતા 2.9

જુનાગઢ, ગુજરાત- તીવ્રતા 3.6

જુનાગઢ, ગુજરાત- તીવ્રતા 3.2

જુનાગઢ, ગુજરાત- તીવ્રતા 3.2

મંગન, સિક્કિમ- તીવ્રતા 2.7

10 જાન્યુઆરી

નલબાડી, અસમ- તીવ્રતા 2.9

લખમીપૂર, અસમ- તીવ્રતા 3.5

પાલઘર, મહારાષ્ટ્ર- તીવ્રતા 3.1

11 જાન્યુઆરી

ઈસ્ટ કામેંગ, અરુણાચલ પ્રદેશ- તીવ્રતા 3.1

ઈસ્ટ કામેંગ, અરુણાચલ પ્રદેશ- તીવ્રતા 3.0

12 જાન્યુઆરી

થૌબલ, મણિપુર- તીવ્રતા 3.0

13 જાન્યુઆરી

બાગેશ્વર, ઉત્તરાખંડ- તીવ્રતા 3.5

કેમ આવે છે ભૂકંપ?

ભૂકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીના તળિયે રહેલી ટેક્ટોનીક પ્લેટોની હલચલ છે. પૃથ્વીની બહારનો ભાગ ઘણી મોટી પ્લેટોમાં વહેંચાયેલી હોય છે, જે સતત ખૂબ જ ધીમી ગતિએ ખસે છે. જ્યારે આ પ્લેટો પરસ્પર અથડાય કે, ફસી જાય છે કે અચાનક ખસે છે, તો ઉર્જાનો મોટો વિસ્ફોટ થાય છે, જેને ભૂકંપ કહેવાય છે.

મુખ્ય કારણ

ટોક્ટોનીક મુવમેન્ટ- પ્લેટોનું અથડાવું કે ખસવું.

જ્વાળામુખીની ગતિવિધિ- મેગ્માંના દબાણથી તળિયા પર કંપન.

માનવ ગતિવિધિ- મોટા બંધ, ખનં કે પરમાણુ પરીક્ષણ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now