Home International Union Minister Jayant Chaudhary Receives Death Threat Call From West Bengal Security Agencies On Alert

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી! : પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 11:57 AM IST

દેશની રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોકદળ (RLD) ના પ્રમુખ જયંત ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે મંત્રીના સહાયક દ્વારા દિલ્હીના તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં માત્ર ધમકી જ નહીં, પરંતુ મંત્રીના સરકારી આવાસની જાસૂસી કરવામાં આવી રહી હોવાનો પણ ભયાનક દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને હાઈ-પ્રોફાઈલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે.

વોટ્સએપ પર ટુર પ્રોગ્રામ મોકલી લખ્યું- "આને ગોળી મારી દો"

મંત્રીના સહાયક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ૧૮ માર્ચની સવારે તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા શખ્સનો કોલ અને મેસેજ આવ્યા હતા. આરોપીએ મંત્રીના આગામી સરકારી પ્રવાસ (ટુર પ્રોગ્રામ) ની વિગતો મોકલી હતી અને અત્યંત ઉદ્ધતાઈપૂર્વક પૂછ્યું હતું કે, "તે મેં મોકલેલા કાગળો જોયા છે?" આ સાથે જ મેસેજમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે, "આને ગોળી મારી દો." આ મેસેજ જોઈને મંત્રીનો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો.

MP5 જેવા ઘાતક હથિયારોનો ઉલ્લેખ અને વોઈસ મેસેજ

ધમકી આપનાર વ્યક્તિએ માત્ર લખાણ જ નહીં પરંતુ વોઈસ મેસેજ અને લોકેશન પણ શેર કર્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ MP5 જેવા આધુનિક અને ઘાતક હથિયારોનો ઉલ્લેખ કરીને મંત્રીની હત્યા કરવાની ધમકી આપી હતી. જ્યારે સહાયકે પૂછ્યું કે મંત્રીનો ખાનગી ટુર પ્રોગ્રામ તેની પાસે ક્યાંથી આવ્યો, ત્યારે આરોપીએ રહસ્યમય રીતે જવાબ આપ્યો હતો કે, "આ માહિતી ઉપરથી મોકલવામાં આવી છે."

આવાસની જાસૂસી: કાળા કાચવાળી શંકાસ્પદ કારનો આતંક

આ ફરિયાદમાં સૌથી ચિંતાજનક પાસું જાસૂસીનું છે. મંત્રીના આવાસના પાછળના દરવાજા પર અજાણ્યા લોકો વોચ રાખી રહ્યા હોવાનું સામે આવ્યું છે. દરવાજો ક્યારે ખુલે છે, કોણ આવે છે અને કોણ જાય છે તેની તમામ હિલચાલ પર કોઈ બાજ નજર રાખી રહ્યું છે. અહેવાલ મુજબ, ત્રણ દિવસ પહેલા રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે એક કાળા કાચવાળી સફેદ સ્વિફ્ટ કાર મંત્રીના આવાસ સામે લાંબો સમય ઉભી રહી હતી અને તેમાં બેઠેલા લોકો શંકાસ્પદ રીતે નિરીક્ષણ કરી રહ્યા હતા.

પોલીસ તપાસ અને સુરક્ષામાં વધારો

તમામ પુરાવાઓ, ઓડિયો મેસેજ અને મોબાઈલ નંબર પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે. કેન્દ્રીય મંત્રીના આવાસની આસપાસ સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now