Home National-International International News Canada Fake Punjabi Man Arrested For Lewd Acts On Doctors Clinic Lady Doctors Physical Harassment

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો! : રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!
Published by: OBS Bureau
| Last Updated: Mar 20, 2026, 09:14 AM IST

બીમારીનું કહી લેડી ડોક્ટરોને પ્રાઇવેટ પાર્ટ બતાવી અડવાનું કહેતો

રોજ અલગ-અલગ મહિલા તબીબો પાસે જતો વિકૃત યુવક

કોઈ બીમારી ન હોવાનું જણાતા દર વખતે ત્યાંથી ભાગી જતો

કેનેડામાં નકલી પંજાબી યુવકની પોલીસે કરી લીધી ધરપકડ

સોશિયલ મીડિયામાં ટ્રોલિંગથી ભારે ચર્ચામાં આવ્યો યુવક

Canada Fake Punjabi Man Arrested For Lewd Acts On Doctors: બહાર હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. સાંજનો સમય હતો અને ધીરેધીરે અંધારું થઈ રહ્યું હતું. અને એક પછી એક ક્લિનિક્સ બંધ થવાના હતા. દિવસનો થાક ઉતારવા તૈયાર થતી ડૉક્ટરોને ખબર નહોતી કે છેલ્લા કેટલાંક મહિનાથી કોઈ અજાણ્યો શિકારી એમના પર વોચ રાખીને બેઠો છે. વિકૃત વિચારો ધરાવતો કોઈ શખ્સ સતત યુવાન અને સુંદર દેખાતી મહિલા ડોક્ટરોને પોતાનો શિકાર બનાવતો હતો. એ શખ્સ દર વખતે અલગ ક્લિનિક પસંદ કરતો… પણ એક વાત હંમેશા કોમન હતી કે, ડૉક્ટર કોઈ યુવાન અને સુંદર મહિલા જ હોવી જોઈએ.

ડોક્ટરના દવાખામાં જવાની પણ તેની પોતાની એક અલગ સ્ટાઈલ હતી. દર વખતે નવા ડોક્ટરને પકડવાના પણ મોડસ ઓપરેન્ડી એકદમ જુની. ક્લિનિક બંધ કરવાના સમયે જ દવાખાને પહોંચવાનું. પછી શરૂ કરવાનું બીમારીનું નાટક. “હેલો ડૉક્ટર… મને થોડી પ્રોબ્લેમ છે…શું તમે મારી મદદ કરશો...પ્લીઝ મને બહુ દુખાવો થાય છે...તમે ઝડપથી ચેક કરો” દર વખતે માહોલ જોઈને દવાખામાં દાખલ થઈ આવા ડાયલોગ મારવાના અને પછી પોતાની એક્ટિંગ શરૂ કરવાની એ યુવકની આદત બની ગઈ હતી. શાંત અવાજ, નમ્ર વર્તન અને ચહેરા પર બનાવટી પીડા અને કોઈને શંકા જ ન જાય એવી એક્ટિંગ.

દર્દીના નામની ફાઈલ બનાવવાની હોય ત્યારે કેસ કઢાવવા માટે તે આકાશદીપ સિંહ તરીકે પોતાનું નામ જણાવીને પંજાબી તરીકેની ઓળખ આપતો. પરંતુ આ નામ પાછળ છુપાયેલું હતું એક ગૂંચવણભર્યું સત્ય. આ નામ લખાવવા પાછળ પણ ખાસ કારણ હતું. આ કિસ્સો છે કેનેડાનો. જ્યાં મોટી સંખ્યામાં પંજાબીઓ રહેતા હોવાથી કોઈને શંકા ન જાય તે માટે આરોપી આવી રીતે પોતાની ઓળખ આપતો હતો.

તે એવી બીમારીના લક્ષણો જણાવીને આવતો કે ડૉક્ટરને પ્રાઈવેટ ચેકઅપ કરવું જ પડે.

શરૂઆતમાં બધું નોર્મલ લાગતું. પરંતુ ચેકઅપ રૂમનો દરવાજો બંધ થતાં જ વાતનો રંગ બદલાઈ જતો. એકાએક તે પોતાના બધાં કપડાં ઉતારી દેતો. રૂમમાં અંધારુ હોય અને રૂમમાં અજીબ સન્નાટો છવાઈ જતો. “ડૉક્ટર… તમે ચેક કરો ને…” તેનો અવાજ હવે નમ્ર ન રહેતો. પણ તેના અવાજ અને હરકતો બદલાઈ જતી. તેની શ્વાસોશ્વાનની ક્રિયા પણ ઝડપી બની જતી. ધીરેધીરે પછી એ દર્દી પોતાની વિકૃતિ જાહેર કરતો. તપાસ દરમિયાન દર્દી બનીને આવેલો આ વિકૃત યુવક મહિલા ડૉક્ટરને અયોગ્ય રીતે સ્પર્શ કરવા માટે દબાણ કરતો. કેટલીક મહિલા ડોક્ટરો તેની વાતમાં આવી જતી અને તે પોતાનો વિકૃત આનંદ માણતો. જ્યારે કેટલીક ડૉક્ટરો ગભરાઈ જતી, કેટલીક તરત જ પાછળ હટી જતી. પરંતુ જેમ જ એને સમજાતું કે વાત હવે હાથમાંથી નીકળી રહી છે… તે તરત બેડમાંથી ઉઠીને ત્યાંથી ભાગી જતો.

ન કોઈ ઝગડો… ન કોઈ હંગામો… ફક્ત અચાનક એન્ટ્રી અને સડન એક્ઝિટ. આ પ્રેક્ટિસ હવે આ યુવક માટે રોજની આદત બની ગઈ હતી અને તે એને એક રમતની જેમ રમતો હતો. દર વખતે નવું ક્લિનિક. દર વખતે નવું બહાનું. અને દર વખત એ જ ગંદી હરકત. મહિના પસાર થતા ગયા… અને તેના આવા વિકૃત કિસ્સાઓની સંખ્યા વધતી ગઈ. છતાં કોઈ સ્પષ્ટ પુરાવો નહોતો. દરેક ઘટના એકલદોકલ લાગતી… જ્યાં સુધી એક દિવસ બધું બદલાઈ ન ગયું. એક ડૉક્ટરે હિંમત કરી. તેણે માત્ર દર્દીને બહાર કાઢ્યો નહીં… પણ સીધા પોલીસને ઈન્ફોર્મ કરીને ત્યાં બોલાવી અને પૂછપરછમાં તેનો ભાંડો ફૂટી ગયો.

આ ફરિયાદ એક ચિંગારી બનીને કેનેડાની પીલ રિજનલ પોલીસ એક્શનમાં આવી. CCTV ફૂટેજ ખંગાળવામાં આવ્યા. આ કિસ્સો પ્રકાશમાં આવ્યાં બાદ પોલીસે અલગ-અલગ ક્લિનિક્સના વીડિયો જોયા. જેમાં પોલીસની સામે એક ચહેરો વારંવાર સામે આવવા લાગ્યો. એક જ માણસ… અલગ-અલગ જગ્યાએ ગુપ્તરોગની તપાસ કરાવવા આવતો હોવાનું સામે આવ્યું. તપાસ આગળ વધી… અને પછી જે ખુલાસો થયો, તે ચોંકાવનારો હતો.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, “આકાશદીપ સિંહ” નામનો કોઈ માણસ હતો જ નહીં. આ બધી ખોટી ઓળખ હતી. તે વિકૃત યુવકનું અસલી નામ વૈભવ હતું. આ વિકૃત વ્યક્તિ ભારતીય મૂળનો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું. ભારતીય મૂળના યુવકે પોતાની ઓળખ છુપાવવા માટે નકલી ID કાર્ડ્સ બનાવ્યા હતા. પંજાબી નામ પસંદ કરવું પણ એની ચાલ હતી. ભીડમાં ગાયબ થઈ જવા માટે. પણ આ વખત તે બચી શક્યો નહીં.

4 ડિસેમ્બર, 2025ના રોજ પોલીસે તેને ધરપકડ કરી. તેની સામે અનેક મહિલા ડૉક્ટરો સાથે અશ્લીલ હરકતોના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. કેસ કોર્ટમાં પહોંચ્યો… અને તેની બનાવટી દુનિયા તૂટી પડી. હવે તે જેલ અને કોર્ટરૂમ વચ્ચે ફસાયો છે… અને સાથે જ તેને કેનેડામાંથી ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. એક સામાન્ય દર્દી બનીને શરૂ થયેલી આ કહાની… અસલમાં એક એવી માનસિક રમત હતી, જેમાં વિશ્વાસને હથિયાર બનાવવામાં આવ્યું. જે માણસ દરેક વખત ભાગી જતો હતો…આ વખતે કાયદાથી ભાગી શક્યો નહીં.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો: હાઈફા ઓઈલ રિફાઈનરી થઈ રાખ, તેલ કિંમતોમાં ભારે વધારાની આશંકા

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો
Play Video

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!: આગામી ત્રણ દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે ચેતવણી! જાણો ક્યાં કેટલી અસર?

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!

આજે 20 માર્ચ: વિશ્વ ચકલી દિવસ, જાણો આજના દિવસની મહત્વની ઘટનાઓ

આજે 20 માર્ચ

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?: યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ઈરાનની સત્તા અંગે જાણો વિગતવાર

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર: મિડલ ઈસ્ટના એરબેઝ પર વિમાનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર
Play Video

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?: સંરક્ષણ મંત્રાલયે સંસદીય સમિતિ સમક્ષ રજૂ કર્યો વિગતવાર અહેવાલ

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?

સહારા રોકાણકારો માટે ખુશખબર!: હવે ₹10 લાખ સુધીનો ક્લેમ ફરીથી કરો, શું 45 દિવસમાં મળશે પૈસા?

સહારા રોકાણકારો માટે ખુશખબર!

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ: સરકારે શોધ્યો માસ્ટર પ્લાન

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય: 50 દેશોના નાગરિકોએ વિઝા મેળવવા માટે હવે 15,000 ડૉલરનો બોન્ડ ભરવો પડશે

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન: IPL પહેલા જ આ ઓસ્ટ્રેલિયન બોલર આખી સીઝનમાંથી બહાર, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ: WHOની ચેતવણીથી ખળભળાટ! જંગમાં આવ્યો ખતરનાક વળાંક

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’: 58 અશ્લીલ વીડિયો અને ‘બાબા કાંડ’થી રાજકારણમાં ભૂકંપ, જાણો કઈ રીતે એક ફરિયાદથી ભાંડો ફૂટ્યો?

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’

કોણે કેટલો દંડ ભરવો પડશે?: લંડનના રસ્તાઓ પર પાન ખાઈને રસ્તા પર થૂંકતાં 2 ભારતીયોને ભારે પડ્યું! લાખોનો દંડ ફટકારાયો

કોણે કેટલો દંડ ભરવો પડશે?

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો: હવે ગેસ સાચવીને વાપરજો! ઈરાને કતર અને UAE પર મિસાઈલ છોડી પણ અસર ગુજરાતીને થશે!

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત: વૃદ્ધો, દિવ્યાંગો અને ફરજ પરના કર્મચારીઓને મળી મોટી સુવિધા

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’માં જોડાઓ, પ્રતિભા દેખાડો અને ઇનામ જીતો!

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક