Home International China Gold Buying Retail Trading Ban Impact India

ચીન પોતે દરરોજ ખરીદી રહ્યું છે ₹7,600 કરોડનું સોનું : પરંતુ નાગરિકોને ગોલ્ડ ટ્રેડિંગ બંધ કરવા અલ્ટીમેટમ કેમ અપાયું?

China Gold Plan, Xi Jinping
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 28, 2026, 11:10 AM IST

China Gold Plan : વૈશ્વિક આર્થિક જગતમાં અત્યારે એક અજીબ ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. દુનિયાનું સૌથી મોટું બજાર ગણાતું ચીન અત્યારે સોનાની બમ્પર ખરીદી કરી રહ્યું છે. પરંતુ નવાઈની વાત એ છે કે જ્યાં એકતરફ ચીનની સરકાર અને તેની સેન્ટ્રલ બેંક તિજોરીઓ ભરી ભરીને સોનું ખરીદે છે, ત્યાં બીજી તરફ ચીનના સામાન્ય નાગરિકો માટે સોનાની ખરીદી અને તેના ટ્રેડિંગ પર અચાનક બ્રેક લગાવી દેવામાં આવી છે. ચીનની આ બેવડી નીતિએ અત્યારે સમગ્ર વિશ્વના અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોને વિચારતા કરી દીધા છે કે આખરે બેઇજિંગના મનમાં શું ચાલી રહ્યું છે.

ચીનનો અતિ આક્રમક ગોલ્ડ પ્લાન

વર્ષ 2026ની શરૂઆતથી જ ચીનની સોના પ્રત્યેની ભૂખ અસાધારણ સ્તરે પહોંચી ગઈ છે. આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2026ના માત્ર પહેલા જ મહિનામાં ચીને રેકોર્ડબ્રેક 692 ટન સોનાની આયાત કરી હતી, જે તેના પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 76% જેટલી વધારે છે. આ સિવાય માત્ર મે મહિનામાં જ ચીને વધુ 163 ટન સોનું પોતાના દેશમાં મંગાવ્યું હતું. નાણાકીય મૂલ્યાંકનની દૃષ્ટિએ જોઈએ તો ચીન દરરોજ આશરે 7600 કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમનું સોનું ખરીદી રહ્યું છે. આ અંધાધૂંધ ખરીદીને કારણે બેઇજિંગનો કુલ સત્તાવાર સોનાનો અનામત ભંડાર હવે 2231 ટનને પણ વટાવી ગયો છે.

આ પણ ખાસ વાંચો : વિશ્વમાં ફરી ગુંજ્યું ભારતનું નામ : સેશેલ્સે PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા

સામાન્ય લોકો માટે સોનાનું વેચાણ કેમ બંધ થયું?

એકબાજુ ચીનની સરકાર સોનાના ભંડારો વધારી રહી છે, ત્યારે બીજીબાજુ ચીનની સૌથી મોટી બેંકોએ સામાન્ય જનતા માટે સોનાના ટ્રેડિંગ પર નિયંત્રણો લાદી દીધા છે. 'ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના' (ICBC) જે ચીનની સૌથી મોટી બેંક છે, તેણે સામાન્ય લોકો માટે ગોલ્ડ ટ્રેડિંગ સેવાઓ અટકાવી દીધી છે. ICBCના આ પગલા બાદ તરત જ 'ચાઇના ગુઆંગફા બેંકે' પણ આવી જ જાહેરાત કરી દીધી. બેંકોના આ આકરા નિર્ણયોને કારણે શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ સાથે જોડાયેલા સામાન્ય રોકાણકારો માટે કિંમતી ધાતુઓનું ટ્રેડિંગ કરવાનું બંધ થઈ ગયું છે. તમામ નાના અને રિટેલ રોકાણકારોને 24 જુલાઈ પહેલા તેમની તમામ ઓપન પોઝિશન એટલે કે સોનાના સોદાઓ સમેટી લેવા અથવા વેચી દેવા માટે અલ્ટીમેટમ આપી દેવાયું છે.

આ પ્રતિબંધ પાછળ ચીનનો અસલી ઈરાદો શું છે?

ચીન દ્વારા સામાન્ય લોકો પર લાદવામાં આવેલા આ પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ 'રિસ્ક મેનેજમેન્ટ' એટલે કે જોખમનું સંચાલન હોવાનું કહેવાય છે. હાલમાં વૈશ્વિક બજારમાં ભૌગોલિક અને રાજકીય તણાવ, ખાસ કરીને ગલ્ફ વોર (ખાડી યુદ્ધ) ની પરિસ્થિતિને કારણે સોનાના ભાવોમાં ભારે ઉથલપાથલ અને અસ્થિરતા જોવા મળી રહી છે. ચીન સરકારને ડર છે કે જો આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સામાન્ય નાગરિકો મોટી માત્રામાં ટ્રેડિંગ કરશે, તો તેમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે, જે દેશની આંતરિક અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. જોકે, સરકારે સોનાના સંચય અને ગોલ્ડ ETF જેવા સુરક્ષિત માધ્યમોમાં રોકાણ કરવાની મંજૂરી ચાલુ રાખી છે, પરંતુ સટ્ટાકીય ટ્રેડિંગ પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે.

આ પણ ખાસ વાંચો : સેશેલ્સમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત : દરિયાઈ સુરક્ષા, કોસ્ટ ગાર્ડ સહયોગ અને ‘વિઝન મહાસાગર’ને મળશે નવી દિશા

ભારત માટે આ નિર્ણયના શું માયનો છે?

ચીન વિશ્વમાં સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને તે જે રીતે બજારમાંથી સોનું ખરીદે છે, તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય ભાવો પર પડે છે. ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા થઈ રહેલી આ બમ્પર ખરીદી ભવિષ્યમાં સોનાના ભાવોને વધુ મજબૂતી આપશે અને કિંમતો ઊંચા સ્તરે જળવાઈ રહેશે. ભારત પણ ચીનની જેમ જ પોતાની જરૂરિયાતો માટે સોનાની મોટાપાયે આયાત કરે છે. આવી સ્થિતિમાં જો ચીનની ખરીદીને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું મોંઘું થશે, તો તેની સીધી અને મોટી અસર ભારતીય બજારો પર પણ પડશે અને ભારતમાં પણ સોનાના ભાવ આસમાને પહોંચી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now