કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે તેમણે આજે ભાવનગર શહેરના નારી ચોકડી નજીક આવેલા નાના ખોડીયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવનિર્મિત ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ વિશાળ જનસભાને સંબોધી હતી
'અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડ્યંત્ર કર્યું હતું'
અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે, 'આજે હું કૃષ્ણ કુમારજીને યાદ કરવા માગું છું. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડ્યંત્ર કર્યું હતું. જેમણે દેશને 550થી વધુ રજવાડામાં વહેંચ્યો હતા. તે સમય કૃષ્ણ કુમારસિંહજીનો એક પત્ર કાશ્મીરથી કન્યા કુમારી અને દ્વારકાથી કામખ્યા સુધી સૌ રજવાડા માટે પ્રેરણારૂપ બન્યો અને અખંડ ભારત બન્યું. જેની શરૂઆત કૃષ્ણ કુમારસિંહજીએ કરી તેને ભેગું કરવાનું કામ ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબે કર્યું. આ 150મું જન્મ જયંતી વર્ષ છે, હું તેમને પણ પ્રણામ કરું છું'
'...જગદીશભાઈ બાકીનું રહેલું કામ તમે પૂરું કરી નાંખો'
કેન્દ્રીય મંત્રી અમિત શાહએ નવા ભાજપ કાર્યલય મામલે કહ્યું કે, 'આધુનિક કાર્યાલય બનવવા માટે કાર્યકરોને અભિનંદન પાઠવું છું. બધી જ પાર્ટીઓ નેતા આધારિત હતી અને આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની છે. 2015માં સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં એક કાર્યાલય બનાવવાનું નક્કી કર્યું હતું. આજે 787 જિલ્લામાંથી 697 જિલ્લા કાર્યાલયનું કામ પૂરું થઈ ગયું છે. ગુજરાતમાં 42 કાર્યાલય બનાવવાના છે, 25 પહેલેથી હતા. 8 બની ચૂક્યા છે અને 5નું કામ ચાલુ છે. હવે જગદીશભાઈ બાકીનું રહેલું કામ તમે પૂરું કરી નાંખો'.
'આંધ્રપ્રદેશમાં પહેલીવાર સરકાર બની'
અમિત શાહએ બિહાર ચૂંટણી પરિણામ અંગે વાત કરતા કહ્યું કે, 'બિહારમાં 192 સીટ સાથે આપણે 5 મી વખત સરકાર બનાવી છે. દેશભરમાંથી એક એક ઘુસણખોરને વીણીવીણીને બહાર કાઢનારી આપણી ભારતીય જનતા પાર્ટી છે. બિહારમાં 2010થી સતત આપણી સરકાર બનાવી, ઓડિશામાં પહેલીવાર સરકાર બની, હરિયાણામાં હેટ્રિક, મહારાષ્ટ્રમાં હેટ્રિક લગાવી, આંધ્રપ્રદેશમાં પહેલીવાર સરકાર બની'





















