રાજ્યમાં અવારનવાર ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે.ત્યારે હાલ અમદાવાદમાં પ્રહલાદનગર રોડ પર આવેલ મેકડોનલ્ડ આઉટલેટ સીલ કરવામાં આવ્યું છે. નોનવેજ કિચનમાંથી બનેલ વસ્તુઓ વેજ કિચન વિભાગમાં વપરાતી હોવાની માહિતી મળતા AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલ મેકડોનલ્ડ આઉટલેટ પર AMC ફૂડ હેલ્થ વિભાગે તવાઈ બોલાઈ છે. AMC ફૂડ હેલ્થ વિભાગે તાત્કાલિક ધોરણે પ્રહલાદનગર રોડ પર આવેલ મેકડોનલ્ડ સીલ કર્યું છે. નોંધનીય છે કે, નોનવેજ કિચનમાંથી બનેલ વસ્તુઓ વેજ કિચન વિભાગમાં વપરાતી હતી. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ AMCએ તાબતોડ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
