Bhavnagar News :ભાવનગર શહેરના કાળુંભા વિસ્તારમાં આજે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની છે. શહેરના પ્રખ્યાત ઇ.એન.ટી. તબીબ ડો. રાજેશ રંગલાણીએ કોઈ અજાણ્યા કારણોસર આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે.
પોતાના જ દવાખાનામાં આપઘાત
આ ઘટના કાળુંભા રોડ પર આવેલા કાળાનાળા સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં આવેલ તેમની ખાનગી ક્લિનિકમાં બની હતી. તેઓએ પોતાનાં જ દવાખાનામાં જીવન ટૂંકાવ્યું હોવાની જાણકારી પોલીસે આપી છે.
તબીબી જગતમાં શોકની લાગણી
ડોકટર રાજેશ રંગલાણી શહેરમાં ખૂબ જાણીતા અને અનુભવી તબીબ તરીકે ઓળખાતા હતા. તેમનાં નિધનથી તબીબી જગત અને દર્દીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આપઘાતના સમાચાર મળતા, તબીબો, સહકર્મીઓ અને તેમના સંગાસંબધોએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી
હાલમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસ તપાસ શરૂ
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ ઘટના સ્થળ પરથી કેટલાક પુરાવાઓ એકત્ર કર્યા છે અને સીસીટીવી ફૂટેજ ચકાસણી હાથધરી છે, પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે