ગુજરાતના હવામાનને લઈ અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે. જે મુજબ દિવાળીના તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. જેના કારણે દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે.
''17 ઓક્ટોબર સુધી વાદળછાયુ વાતવરણ રહેશે''
અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા કહ્યું કે, ''17 ઓક્ટોબર સુધી વાદળછાયુ વાતવરણ રહેશે. 18 થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. 18 થી 21 માં ઓક્ટોબર અરબી સમુદ્ર હલચલ જોવા મળશે. જેના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતા રહે છે''.
''આ દિવસોમાં માવઠું થવાની શક્યતા છે''
તેમણે કહ્યું કે, ''બેસાતા વર્ષે હવામાન બગડે તેવી શક્યતા વ્યક્તા કરી છે. નવેમ્બરની શરૂઆતમાં દેશના ઉત્તર પર્વતીય હિમ વર્ષાની શક્યતા જોવા મળી રહી છે. જેના બાદ 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફુકાશે. નવેમ્બરની શરૂઆતમાં દેશના દક્ષિણ ભારતમાં ભારતથી અતિભારે વરસાદ થતાં ગુજરાતમાં વાદછાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં માવઠું થવાની શક્યતા છે.