ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ સરકાર સામે લડત વધુ તીવ્ર બનાવવાનું ઘોષણાં કરી છે. AAPના આગેવાનો રાજુ કરપડા અને પ્રવીણ રામે જણાવ્યું છે કે, તેઓ 16 ઓક્ટોબરથી આમરણાંત અનશન પર ઉતરશે. આ અનશન અમદાવાદ સ્થિત AAPના કાર્યાલય પર યોજાશે.
શું છે તેમના મુખ્ય મુદ્દા અને માંગણીઓ?
પ્રવીણ રામે કહ્યું કે, ''આ આંદોલન બે મુખ્ય માંગણીઓ આધારિત છે, ખેડૂતોની તમામ હક્કની માંગણીઓ પૂર્ણ કરવામાં આવે તેમજ જે નિર્દોષ ખેડૂત ભાઈઓને ટાર્ગેટ કરીને અટકાયત કરવામાં આવી છે, તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે'' તેમણે કહ્યું કે, "ખેડૂતોના હિત માટે જો પોલીસને અમારાથી વાંધો હોય તો અમને મારે, અમે તૈયાર છીએ પરંતુ નિર્દોષ ખેડૂતોને ન બદનામ કરો અને ખોટા કેસમાં ફસાવો પણ નહી"
હડદડ ઘટનાને લઈ પોલીસ પર ગંભીર આક્ષેપો
રાજુ કરપડાએ હડદડ ગામે થયેલી ઘટના મુદ્દે કહ્યું કે, "શાંતિપૂર્ણ ધરણા દરમિયાન પોલીસ રાત્રે આવીને મને ઉઠાવી ગઈ અને પોલીસે લાઠીચાર્જ કરીને ખેડૂતોને ઉશ્કેર્યા, જેથી ઘર્ષણ થયું અને લોકો ઇજાગ્રસ્ત થયા તેમજ ખેડૂતોના ઘરો અને વાહનોમાં તોડફોડ કરી, ખોટી FIR દાખલ કરી"
31 ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયત અને કેજરીવાલની હાજરી
રાજુ કરપડાએ કહ્યું કે, "આંદોલન માત્ર અહીં પૂરતું નથી. 31 ઓક્ટોબરે યોજાનારી ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે અને ખેડૂતોનાં મુદ્દે મોદી સરકારને પ્રશ્ન કરશે"
તે શું કહ્યું AAP નેતાઓએ?
"હું અને રાજુ કરપડા કદાચ ન રહીએ...''
પ્રવિણ રામે તમામ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું કે,"હું અને રાજુ કરપડા કદાચ ન રહીએ પણ અમે જે ક્રાંતિની શરૂઆત કરી છે તેને ગાંધીજીના માર્ગે આગળ વધારવી એ તમારું કામ છે હક્ક માટે લડત ચાલુ રાખજો"