વડોદરાના ડભોઇ તાલુકામાં કફ સીરપ પીવાના કારણે બે બાળકોના મૃત્યું થયા હોવાના સમાચાર આવી હતા. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ હકીકત લક્ષી સ્પષ્ટતા કરવામાં આવી છે. કફ સીરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સિતપુરના ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડોક્ટર દક્ષય મોદી દ્વારા કરવામાં આવી હતી.
આ હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના ડ્રગ્સ ઓફિસરોની ટીમ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલકમલ દ્વારા મુલાકાત લઈ અને તપાસ ચાલુ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકો દ્વારા સુડેક્સડીએસ સિરપ જેનું ઉત્પાદન લિયોફોર ફોર્મ્યુલેશન પ્રાઇવેટ દ્વારા કરવામાં આવ્યું છે. આનું સેવન સિદ્ધપુર ગામના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, સિદ્ધપુર ગામના બે બાળકો એકની ઉંમર આશરે અઢી થી ત્રણ વર્ષ અને બીજાની ઉંમર પાંચ થી છ વર્ષ, પોતાના માતા–પિતા સાથે ખાંસી અને તાવની સારવાર માટે ગામમાં જ આવેલી ખાનગી ક્લિનિક ખાતે ગયા હતા.
ક્લિનિકના ડૉક્ટર દ્વારા બંને બાળકોને કફ સિરપ તથા દવાઓ આપ્યા બાદ બંનેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતાં તાત્કાલિક રીતે બંનેને પ્રમુખસ્વામી હોસ્પિટલ, ડભોઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પીડિયાટ્રિક તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. લગભગ 10 થી 12 કલાકની સતત સારવાર બાદ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. હાલમાં બંને બાળકોની તબિયત સારી છે અને બપોર બાદ તેમને રજા અપાઈ છે.
આ ઘટના સંદર્ભે ડભોઈ પોલીસ દ્વારા સંબંધીત ખાનગી ડૉક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કફ સિરપનું સેમ્પલ ડભોઈ પોલીસના PSI દ્વારા જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ સેમ્પલનું પરીક્ષણ કરી જરૂરી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર ઘટનાની તપાસ માટે વડોદરા જિલ્લા આરોગ્ય ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ટીમ ડભોઈ ખાતે પહોંચી ગઈ છે. તબીબી અને તકનીકી બંને સ્તરે તપાસની કાર્યવાહી ચાલુ છે.