Home Gujarat Bjp Yagnesh Dave Makes Serious Allegations Against Aap Over The Riot In Haddad Village Of Botad

''તમે એક જાતની નક્સલી પ્રવૃતિઓ કરી રહ્યાં છો'' : બોટાદના હડદડ ગામની બબાલ મામલે ભાજપના યજ્ઞેશ દવે AAP પર કર્યા ગંભીર આક્ષેપ

''તમે એક જાતની નક્સલી પ્રવૃતિઓ કરી રહ્યાં છો''
Published by: OBS Bureau
Last Updated: Oct 13, 2025, 03:56 PM IST

બોટાદ જિલ્લાના હડદડ ગામે તાજેતરમાં થયેલી બબાલ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે ભાજપના યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી પર સીધા આક્ષેપો કર્યા છે.


''આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે''

ભાજપના યજ્ઞેશ દવેએ કહ્યું કે, બે દિવસ પહેલાની બોટાદની ઘટના મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને એમના ધારસભ્ય ગોપાલ ઈટાલિયા જેમ એલ ફેલ પ્રકારે નિવેદનો આપી રહ્યાં છે અને અરાજકતા ફેલાવીને તેમનો લૂલો બચાવ કરી રહ્યા છે. એ લોકો વાત કરે છે કે, પોલીસે જાતે હુમલો કર્યો, ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો, ત્રીજી વાત એવી કરે છે, પોલીસે જ પોલીસવાન ઉંધી પાડી, પરંતુ આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે. સભા કોણ તમે બોલાવી હતી.

''તમે એક જાતની નક્સલી પ્રવૃતિઓ કરી રહ્યાં છો''

તેમણે કહ્યું કે, ગુજરાતના ભોળા ખેડૂતોને બોલાવીને સભા યોજી અને પછી એમના ઉપર જાતે જાતે હુમલો કરવો એ બધા જ વીડિયો છે. કોણ હુમલો કર્યો કોણ કરાવ્યો કોના હાથમાં પથ્થર છે. જે તમામ વીડિયો છે. મારે ઈસુદાન અને ગોપલને કહેવું છે તમે એટલે જ બચાવ કરો છો? તમે એક જાતની નક્સલી પ્રવૃતિઓ કરી રહ્યાં છો, તમે ગુજરાતની શાંતિ ડોળવાની પ્રવૃતિઓ કરી રહ્યાં છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય