Home Gujarat Ahmedabad Karnavati Bjp Uttar Zone Meeting Jagdish Vishwakarma Booth Victory Call

'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઉત્તર ઝોનમાં મહત્વની બેઠક

Jagdish Vishwakarma BJP
Published by: Viral Patel
Last Updated: Apr 01, 2026, 03:32 PM IST

Ahmedabad News: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની સંગઠનશક્તિને વધુ વેગવંતી બનાવી છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આજે કર્ણાવતી મહાનગર ખાતે ઉત્તર ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રત્યેક બૂથમાં વિજય મેળવવાના સંકલ્પ સાથે વિકાસના મંત્રને જન-જન સુધી પહોંચાડવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિઝનરી નેતૃત્વ અને કાર્યકર્તાઓનું સામર્થ્ય

બેઠકને સંબોધતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભાજપા પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવું વિઝનરી નેતૃત્વ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ભાજપા પાસે સમર્પિત કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે. ભાજપાનો કાર્યકર્તા માત્ર ચૂંટણીલક્ષી નથી, પણ 'રાષ્ટ્ર પ્રથમ' અને 'અંત્યોદય'ના વિચાર સાથે સતત જનતાની સેવામાં કાર્યરત રહે છે."

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો : પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ PM મોદીના ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો

વિકાસની ગાથા અને જનસંપર્ક પર ભાર

આગામી ચૂંટણીઓના સંદર્ભમાં તેમણે કાર્યકર્તાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ લોકો સુધી લઈ જવા આહ્વાન કર્યું હતું. મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ રહ્યા.. મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને સિનિયર સિટીઝન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી યોજનાઓની સચોટ માહિતી પહોંચાડવી. દેશની સુરક્ષા અને સનાતન સંસ્કૃતિના ગૌરવ માટે મોદી સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયોથી નાગરિકોને અવગત કરાવવા. વિરોધ પક્ષો માત્ર ચૂંટણી ટાણે દેખાય છે, જ્યારે ભાજપાના કાર્યકર્તાઓએ 'ચરૈવેતી-ચરૈવેતી'ના મંત્ર સાથે સતત લોકોની વચ્ચે રહેવું.

વિપક્ષના 'ખોટા નરેટિવ' સામે સોશિયલ મીડિયાનું શસ્ત્ર

શ્રી વિશ્વકર્માએ વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતા ભ્રામક પ્રચાર સામે કાર્યકર્તાઓને સાવધ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ચૂંટણી સમયે વિપક્ષો દ્વારા જે ખોટા નરેટિવ અને અફવાઓ ફેલાવવામાં આવે છે, તેનો જડબાતોડ જવાબ આપવા માટે સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ કરવો અનિવાર્ય છે. નાગરિકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડવા તેમણે ટેકનોલોજીના માધ્યમથી સજ્જ થવા માર્ગદર્શન આપ્યું હતું.

મજબૂત ટીમવર્ક અને ભવ્ય વિજયનો વિશ્વાસ

પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધનભાઈ ઝડફીયાએ સંગઠનાત્મક માળખાને બૂથ સ્તર સુધી મજબૂત કરવા અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકના અંતે જગદીશભાઈએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યકર્તાઓના પરિશ્રમ અને મજબૂત ટીમવર્કથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપા પ્રચંડ જનાદેશ સાથે ભવ્ય વિજય મેળવશે.

ઉપસ્થિત મહાનુભાવો

આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, ઉત્તર ઝોન પ્રભારી અજય બ્રહ્મભટ્ટ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મનીષ પટેલ સહિત ઉત્તર ઝોનના વિવિધ જિલ્લાના સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઇ શાહે કર્યું હતું, જ્યારે આભાર વિધિ અમદાવાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ શૈલેષ દાવડા દ્વારા કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય