Home Gujarat State Bjp President Jagdish Vishwakarma Hails The Pm Modi Historic Decision Of Reducing Excise Duty On Petrol And Diesel

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો : પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ PM મોદીના ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો

Petrol Diesel Excise Duty Jagdish Vishwakarma BJP
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Mar 27, 2026, 10:05 AM IST

Petrol Diesel Excise Duty: ખાડી દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધની ભયાનક પરિસ્થિતિ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોને મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી રૂ.13થી ઘટાડીને રૂ.3 અને ડીઝલ પર રૂ.10થી ઘટાડીને શૂન્ય કરવાના નિર્ણયને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આવકાર્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય પીએમ મોદીની સંવેદનશીલતા અને ભારતીય અર્થતંત્રની મજબૂતીનું જીવંત ઉદાહરણ છે, જેનાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો વધારાનો બોજો પડતા અટકી જશે.

વૈશ્વિક સંકટ વચ્ચે નાગરિકોનું હિત સર્વોપરી: જગદીશ વિશ્વકર્મા

આ અંગે જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર વિશ્વ યુદ્ધ અને આર્થિક અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ખાડી દેશોમાં સર્જાયેલા સંઘર્ષને કારણે ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે અને દુનિયાના અનેક દેશોમાં ઇંધણના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ ભારતના કરોડો નાગરિકોના હિતને સર્વોપરી રાખીને મોદી સરકારે રાજસ્વ (Revenue) ની ચિંતા કર્યા વગર ટેક્સમાં મોટો ઘટાડો કર્યો છે.

આ પણ વાંચો: સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી : શું હવે ઈંધણના ભાવ ઘટશે? જાણો સરકારે શું જવાબ આપ્યો

મોદી સરકારની સંવેદનશીલતાનું ઉદાહરણ

પ્રદેશ અધ્યક્ષે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે વિશ્વના વિકસિત દેશો પણ તેલના વધતા ભાવને કારણે રેકોર્ડબ્રેક મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત સરકારે પોતાના ખભા પર આર્થિક બોજ ઉપાડીને જનતાને સુરક્ષિત રાખી છે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં કરાયેલો આ ઘટાડો એ સાબિત કરે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા કોઈપણ વૈશ્વિક આંચકાને સહન કરવા માટે સક્ષમ છે. મોદીજીએ હંમેશા સુનિશ્ચિત કર્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાની અસર ભારતના સામાન્ય માનવીના રસોડા સુધી ન પહોંચે.

જનહિતકારી નિર્ણયથી અર્થતંત્રને મળશે વેગ

જગદીશભાઈ વિશ્વકર્માના મતે, ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી શૂન્ય કરવાથી પરિવહન ખર્ચમાં નિયંત્રણ આવશે, જેની સીધી અસર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર પડશે. આ નિર્ણય માત્ર ઇંધણના ભાવ પૂરતો સીમિત નથી, પરંતુ તે દેશના ખેડૂતો, મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ માટે મોટું આર્થિક કવચ પૂરું પાડશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષે આ ઐતિહાસિક લોકહિતકારી નિર્ણય બદલ સમગ્ર ગુજરાત ભાજપ વતી પ્રધાનમંત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે હવે આપવી પડશે 'Entrance Exam'
ભાજપે જાહેર કરી સહ-પ્રવક્તાઓની યાદી
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાને નાયબ મુખ્યમંત્રીએ વધાવ્યો
Play Video
અમદાવાદમાં મર્સિડીઝમાંથી મળ્યો મૃતદેહ
Play Video