Home Gujarat Ahmedabad Gujarat Three Rain Systems Active Heavy Rain Forecast

ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય : આ જિલ્લાઓમાં વરસાદી ચેતવણી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે

Ambalal Patel Forecast
Published by: Viral Patel
Last Updated: Apr 01, 2026, 03:11 PM IST

Gujarat Weather: ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમીએ જોર પકડ્યું છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની ગંભીર આગાહી કરી છે. હાલમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.

ત્રણ શક્તિશાળી સિસ્ટમો સક્રિય

હવામાન વિભાગની માહિતી મુજબ હાલ ભારતના પશ્ચિમ અને મધ્ય ભાગમાં હવામાનની ત્રણ મહત્વપૂર્ણ સિસ્ટમો સક્રિય થઈ છે. પ્રથમ સિસ્ટમ અરબી સમુદ્ર તરફથી ભેજ ભરેલી હવાની લહેરો લાવી રહી છે. બીજી સિસ્ટમ મધ્ય ભારત તરફ વિકસેલી નીચા દબાણની પટ્ટી સાથે જોડાયેલી છે. જ્યારે ત્રીજી સિસ્ટમ ઉપરના સ્તરે પવનના ફેરફાર અને ભેજના સંમિશ્રણને કારણે સર્જાઈ છે. આ ત્રણેય સિસ્ટમો એકબીજા સાથે સંકળાયેલી હોવાથી ભેજનું પ્રમાણ વધે છે અને વાદળોની ઘનતા વધારે થાય છે. પરિણામે વરસાદી વાદળો ઝડપથી વિકસે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.

કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?

આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે, આવતીકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આંધી-તોફાન અને 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ તેજ રહેશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વરસાદ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળીના કડાકા-ભડાકા સાથે આંધી-તોફાન આવવાની શક્યતા છે. ખુલ્લામાં રહેલા લોકોને અને ખાસ કરીને ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે કારણ કે વીજળી પડવાની પણ શક્યતા રહેલી છે.

તાપમાનમાં ફેરફાર

આ સિસ્ટમો સક્રિય થવાને કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. હાલમાં સૌથી વધુ તાપમાન વિદ્યાનગરમાં 37.1 ડિગ્રી અને અમદાવાદમાં 36.7 ડિગ્રી નોંધાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય