logo-img
Discussion On Expansion Of The Cabinet Intensifies In Gujarat

ગુજરાતની રાજકીય 'પાકી' અને 'પાવરફુલ' ચર્ચાનો ક્યારે આવશે અંત! : અટકળોથી તારીખ નક્કી?, મંત્રીમંડળમાં નવા ચહેરા, નવી એનર્જી અને નવી નીતિ પર હશે ફોકસ!

ગુજરાતની રાજકીય 'પાકી' અને 'પાવરફુલ' ચર્ચાનો ક્યારે આવશે અંત!
Published by: Offbeat Team
| Last Updated: Oct 14, 2025, 09:43 AM IST

ગુજરાતના રાજકીય માહોલમાં ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ તેજી પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલે એટલે કે 15 ઑક્ટોબરની સાંજ સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ શક્ય બની શકે છે. જોકે, આ પહેલાં વિકાસ સપ્તાહનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે, જેને કેન્દ્રમાં રાખી અનેક રાજકીય નિર્ણયો લેવામાં આવશે.

16 ઓક્ટોબરે શપથવિધિ?:સૂત્રો

સૂત્રો પાપ્ત માહિતી મુજબ, નવા મંત્રીમંડળની શપથવિધિ 16 ઑક્ટોબરે યોજાઈ શકે છે. તેમાં નવા ચહેરાઓને સ્થાન મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

યંગસ્ટર્સ અને મહિલાઓને મળશે તક?

રાજ્ય સરકારના નવા મંત્રી મંડળમાં યંગ લીડર્સને મહત્વની જવાબદારીઓ સોંપવાની શક્યતા છે. સાથે સાથે, મહિલાઓને પણ મંત્રીમંડળમાં વધુ પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ થાય તેવી ધારણા છે.


વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની શક્યતાઓ

હાલમાં રાજ્યમાં કુલ:

8 કેબિનેટ કક્ષાના મંત્રી કાર્યરત છે

8 રાજ્ય કક્ષાના મંત્રી પણ છે

આ આંકડો આગામી વિસ્તરણમાં વિશાળ પણ થઈ શકે છે, કારણ કે મુખ્યમંત્રી પાસે હાલ પણ ઘણી વિભાગીય જવાબદારીઓ છે, જેને વિભાજિત કરવાની તાતી જરૂરિયાત છે.

શા માટે છે વિસ્તરણ જરૂરી?

આ વિસ્તરણ વડે સરકાર શાસન કાર્યક્ષમતા વધારવા, રાજકીય સંતુલન જાળવવા, અને વિકાસના કાર્યમાં તેજી લાવવાની દિશામાં આગળ વધી શકે છે. નવું વિસ્તરણ ગુજરાતના આગામી રાજકીય દિશાને પણ સ્પષ્ટ કરી શકે છે. હવે સમગ્ર રાજ્યની નજર આવતીકાલે યોજાનારી બેઠક અને 16મી ઓક્ટોબરે સંભવિત શપથવિધિ પર ટકી છે, જ્યાંથી નવા રાજકીય સંકેતો મળવાની પૂરી શક્યતાઓ છે.

જાણો વર્તમાનમાં કોના પાસે કઈ જવાબદારી


ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ (મુખ્યમંત્રી)

સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો

  • કેબિનેટ કક્ષાના મંત્રીઓ

કનુભાઈ મોહનલાલ દેસાઈ

નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ


ઋષિકેશ ગણેશભાઈ પટેલ

આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ

કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

બલવંતસિંહ ચંદનસિંહ રાજપુત

ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

મુળુભાઈ હરદાસભાઈ બેરા

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ

કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર

આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ભાનુબેન મનોહરભાઈ બાબરીયા

સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

  • રાજ્યકક્ષાના મંત્રીઓ

હર્ષ રમેશકુમાર સંઘવી

રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા)

જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલ

સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા)

પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી

મત્સ્યોદ્યોગ અને પશુપાલન

બચુભાઈ મગનભાઈ ખાબડ

પંચાયત, કૃષિ

મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ

વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા

પ્રફુલ છગનભાઈ પાનસેરીયા

સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર

અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા

કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now