Sarkhej Roza Application : ગુજરાત હાઇકોર્ટમાં સરખેજ રોજા કમિટી દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી. જેમાં જણાવ્યું કે, સરખેજ રોજામાં કોઈ 5 મિનિટ ઊભું ન રહી શકે તેટલી દુર્ગંધ આવે છે. આ એક ઐતિહાસિક ધરોહર છે. આ રોજામાં પાસે શિંગોડા તળાવ આવેલું છે. જેમાં આસપાસના લોકોએ ગેરકાનૂની સુએજ લાઇન જોડી દીધી છે. જે અંગે AMC ને પણ રજૂઆત કરવામાં આવી છે અને સરખેજ રોજામાં ચોમાસામાંમાં હાલત બદતર થઈ જાય છે. આ રોજાની મુલાકાત રાષ્ટ્રપતિએ પણ લીધેલી છે. શિયાળામાં વિદેશી પ્રવાસીઓ આ રોજાની મુલાકાતે આવે છે.
''AMC એ આ બાબતે ચુપ રહેવું જોઈએ નહીં''
અમદાવાદને સ્વચ્છ સીટીનો એવોર્ડ મળ્યો છે. આર્કિઓલોજીકલ વિભાગે જણાવ્યું હતું કે, આ કોઈ સંરક્ષિત સાઇટ ઉંમર બાંધકામ સંલગ્ન બાબત નથી. શિંગોડા તળવામાંથી સુએઝ સરખેજ રોઝામાં ઠલવાય છે.જ્યાં પાણીને શુદ્ધ કરતી મશીનરી ઇન્સ્ટોલ કરી શકાય. AMC એ જણાવ્યું હતું કે શિંગોડા તળાવનું બ્યુટિફિકેશન કરાઈ રહ્યું છે. રોઝામાં આવેલ તળાવ સંરક્ષિત મોન્યુમેન્ટનો ભાગ છે. ત્યાં રોઝા કે આસપાસના લોકો દુર્ગંધ ફેલાવે છે કોર્ટે કહ્યું હતું કે AMC એ આ બાબતે ચુપ રહેવું જોઈએ નહીં. AMC અને આર્કિઓલોજીકલ સર્વે ભેગા મળીને કામ કરે. જો અરજદારના આક્ષેપ સાચા હોય તો આ ગંભીર બાબત છે, મોન્યુમેન્ટ જાળવવામાં ઓથોરિટીની બેદરકારી સાબિત થાય તેમ છે. હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી AMC અને આર્કિઓલોજીકલ સર્વે વિભાગને ભેગા મળીને સર્વે કરવા હુકમ કર્યો હતો.
''આ બાબતમાં AMC નો કોઈ રોલ નથી''
અગાઉ AMC વતી સરકારી વકીલે જવાબ આપ્યો હતો કે, ''આ બાબતમાં AMC નો કોઈ રોલ નથી. અરજદારોનો આ અરજી કરવાનો હેતુ બીજી બાબતો અંગેનો છે. આ મોન્યુમેન્ટ કોર્પોરેશનમાં નહીં, આર્કિઓલોજીકલ વિભાગમાં આવે છે. સુએઝના ગેરકાયદેસર લાઇન અરજદારના સપોર્ટથી જ નખાઈ છે. સરખેજ રોજા કમિટી વકફની છે. જેથી આ મુદ્દો વકફ ટ્રિબ્યુનલમાં જવો જોઈએ. જો કે કોર્ટે આર્કિઓલોજીકલ વિભાગ પાસે જવાબ માંગ્યો હતો''.






