અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે બપોરે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. હકીકતમાં એરપોર્ટ પર કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
શું હતી ઘટના?
અમદાવાદ એરપોર્ટ કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જતી ફલાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ખામીના સર્જાતા બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી હતી. જેના પગલે ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવી હતી. ખામી દૂર થયા બાદ ફ્લાઇટ હોંગકોંગ માટે રવાના થશે.