Home National-International Venezuela Petrol Price Comparison Economy Crisis

વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ અહીં મળે છે : માત્ર ગણતરીના રૂપિયામાં ફૂલ થઈ જાય છે ગાડીની ટાંકી

વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ અહીં મળે છે
Published by: Offbeat Team
| Last Updated: Jan 04, 2026, 03:15 PM IST

દુનિયાના નકશા પર વેનેઝુએલા એક એવો દેશ છે જ્યાં સાઉદી અરેબિયા કરતા પણ વધુ તેલનો ભંડાર રહેલો છે. આમ છતાં છેલ્લા એક દાયકામાં આ દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી છે અને તેની GDP માં લગભગ 80% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. હાલમાં અમેરિકી સૈન્ય કાર્યવાહીને કારણે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત બાદ આ દેશ ફરી ચર્ચામાં આવ્યો છે. આ તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે વેનેઝુએલામાં પેટ્રોલના ભાવ જાણીને તમે ચોંકી જશો.

માત્ર 1 થી 3 રૂપિયામાં મળે છે એક લિટર પેટ્રોલ

વેનેઝુએલામાં સરકાર દ્વારા ઈંધણ પર ભારે સબસિડી આપવામાં આવે છે. અહીં સબસિડીવાળા પેટ્રોલની કિંમત 0.01 Dollar થી 0.035 Dollar પ્રતિ લિટરની વચ્ચે રહે છે. ભારતીય ચલણ મુજબ ગણતરી કરીએ તો આ કિંમત માત્ર 1 થી 3 રૂપિયા પ્રતિ લિટર જેટલી થાય છે. આટલા નીચા ભાવ પાછળનું મુખ્ય કારણ દાયકાઓથી ચાલી આવતી સરકારી નીતિઓ છે. વેનેઝુએલાની સરકારોએ સસ્તા પેટ્રોલને આર્થિક ઉત્પાદન ગણવાને બદલે હંમેશા રાજકીય અધિકાર તરીકે જોયું છે. આ જ કારણ છે કે દેશમાં મોંઘવારી આસમાને પહોંચી હોવા છતાં ઈંધણના ભાવ વર્ષો સુધી સ્થિર રહ્યા હતા.

પાર્કિંગ ફી કરતા પણ સસ્તામાં ભરાય છે આખી ટાંકી

જો કોઈ સામાન્ય કારમાં 35 થી 50 લિટરની ફ્યુઅલ ટેન્ક હોય તો સબસિડીવાળા પેટ્રોલની મદદથી આખી ટાંકી ફૂલ કરાવવાનો ખર્ચ માત્ર 50 થી 150 રૂપિયાની વચ્ચે આવે છે. વિશ્વના અનેક દેશોમાં તો આટલા રૂપિયા માત્ર વાહન પાર્કિંગના ચાર્જ પેટે ચૂકવવા પડતા હોય છે. વેનેઝુએલામાં અત્યારે બે પ્રકારની ઈંધણ વ્યવસ્થા કાર્યરત છે. એક સબસિડીવાળું પેટ્રોલ અને બીજું પ્રીમિયમ પેટ્રોલ. પ્રીમિયમ પેટ્રોલની કિંમત આંતરરાષ્ટ્રીય દરોની નજીક એટલે કે અંદાજે 42 રૂપિયા પ્રતિ લિટર રાખવામાં આવી છે.

મોંઘું પેટ્રોલ પણ અન્ય દેશોની સરખામણીએ સસ્તું

જો કોઈ વાહનચાલક સબસિડી વગરનું પ્રીમિયમ પેટ્રોલ ખરીદે છે તો તેને આખી ટાંકી ફૂલ કરાવવા માટે અંદાજે 20 થી 25 Dollar ખર્ચવા પડે છે. વેનેઝુએલાની સ્થાનિક આવક અને આર્થિક સ્થિતિ મુજબ આ રકમ મોંઘી લાગે છે પરંતુ અન્ય દેશોમાં વસતા લોકો જે કિંમત ચૂકવે છે તેની સરખામણીએ આ આંકડો ઘણો ઓછો છે.

સસ્તું ઈંધણ જ બન્યું આર્થિક પતનનું કારણ

નવાઈની વાત એ છે કે અત્યંત સસ્તું પેટ્રોલ વેનેઝુએલાની ઈકોનોમી ડૂબવા પાછળનું એક મોટું કારણ સાબિત થયું છે. અતિશય સબસિડીને કારણે સરકારી તિજોરી ખાલી થઈ ગઈ અને પડોશી દેશોમાં ઈંધણની મોટા પાયે દાણચોરી શરૂ થઈ ગઈ હતી. સસ્તા પેટ્રોલને કારણે લોકોમાં કાર્યક્ષમતા ઘટી અને બીજી તરફ ખાવા પીવાની ચીજવસ્તુઓ તેમજ દવાઓની ભારે અછત સર્જાઈ. આ આર્થિક સંકટને કારણે લાખો લોકોએ રોજગારીની શોધમાં દેશ છોડવાની ફરજ પડી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu
Play Video

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો: હાઈફા ઓઈલ રિફાઈનરી થઈ રાખ, તેલ કિંમતોમાં ભારે વધારાની આશંકા

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો
Play Video

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!: આગામી ત્રણ દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે ચેતવણી! જાણો ક્યાં કેટલી અસર?

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!