Home Gujarat Two Teachers Drown In Narmada Canal

વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા : પાવાગઢ ફરવા ગયેલા ચાર શિક્ષકોમાંથી બે શિક્ષકો ડૂબ્યા, 20 કલાકથી વધુ સમયથી શોધખોળ ચાલુ

વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા
Published by: Offbeat Team
| Last Updated: Jan 05, 2026, 06:13 PM IST

વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા ચાર શિક્ષકોમાંથી બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી જતા ગુમ થઈ ગયા હોવાની કરુણ ઘટના સામે આવી છે. ઘટનાને 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બંને શિક્ષકોનો કોઈ અતોપત્તો ન લાગતા સાથે ગયેલા મિત્રો તેમજ પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. હાલ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ બોટની મદદથી સઘન શોધખોળ કરી રહી છે, જ્યારે જરોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

વડોદરામાં રહેતા વિદ્યુત પ્રસાદસિંગ, રાહુલ વિરેન્દ્ર યાદવ, શુભમ મિથિલેશકુમાર પાઠક અને અશિત જન્મેજયભાઈ ઓઝા રવિવારે કાર લઈને પાવાગઢ ફરવા ગયા હતા. ફર્યા બાદ જ્યારે ચારેય મિત્રો પાવાગઢથી વડોદરા પરત ફરી રહ્યા હતા, ત્યારે ખંડીવાળા નજીક આવેલી નર્મદા કેનાલ પાસે કાર રોકી પાળી પર બેઠા હતા. આ દરમિયાન રાહુલ યાદવ પગ ધોવા માટે કેનાલ કિનારે ગયા હતા. અચાનક પગ લપસતા તેઓ કેનાલમાં પડ્યા અને ડૂબવા લાગ્યા હતા. મિત્રને બચાવવા માટે શુભમ પાઠક તરત જ કેનાલમાં કૂદ્યા, પરંતુ પાણીના ભારે પ્રવાહમાં તેઓ પણ સંતુલન ગુમાવી બેઠા અને ડૂબવા લાગ્યા હતા.

બૂમાબૂમ સાંભળી કેનાલ કિનારે રહેલા વિદ્યુત પ્રસાદસિંગ અને અશિત ઓઝાએ બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંનેને તરતા આવડતું નહિ હોવાથી તેઓ લાચાર બની ગયા હતા. તેમની નજર સામે જ રાહુલ અને શુભમ લગભગ 100 મીટર સુધી પાણીમાં તણાયા બાદ કેનાલના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાંજ બંને બચી ગયેલા મિત્રોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. હાલોલ ફાયર ફાઈટર ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને રવિવારે સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું હતું. અંધારું થતાં કામગીરી અટકાવવી પડી હતી, જ્યારે સોમવાર સવારથી ફરી બોટની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે હજી સુધી બંને શિક્ષકોના કોઈ સગડ મળ્યા નથી.

રાહુલ યાદવ અને શુભમ પાઠક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને વડોદરાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં તેઓ ઉત્તર પ્રદેશથી વડોદરા આવવા રવાના થયા છે. નોંધનીય છે કે શુભમ પાઠક સારા સ્વિમર હતા અને ગંગા નદી તરીને પાર કરી ચુક્યા હતા, છતાં નર્મદા કેનાલના તેજ પ્રવાહમાં તેઓ ડૂબી ગયા હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.

બચી ગયેલા બંને શિક્ષક મિત્રો ગાઢ શોકમાં ગરકાવ થઈ ગયા છે અને કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં નથી. સમગ્ર ઘટનાએ શિક્ષક સમુદાય તેમજ શહેરમાં ભારે શોકની લાગણી ફેલાવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી: આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

કુદરત રૂઠી: કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી: ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મેદાનમાં, કલેક્ટરને પત્ર લખી 'અર્બન કેટેગરી'માં સમાવવા કરી માગ

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી