Home Gujarat Former Ips Ramesh Savanis Big Blast Regarding Pradeep Jotangiya Caught With Fake Currency

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ" : કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"
Published by: OBS Bureau
| Last Updated: Mar 20, 2026, 11:14 AM IST

Former IPS Ramesh Savani's big blast regarding Pradeep Jotangiya caught with fake notes: "પહેલાં 'સત્યમ હેર કટિંગ સલૂન' ચલાવતો હતો 'શ્રી સત્યમ્ યોગ ફાઉન્ડેશન'નો યોગગુરુ" આ અમે નથી કહી રહ્યાં પણ કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલો યોગગુરુ અંગે ગુજરાતના પૂર્વ IPS અધિકારી રમેશ સવાણી આ વાતનો ધડાકો કર્યો છે. રમેશ સવાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્યમ ફાઉન્ડેશનના યોગગુરુ પ્રદીપ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે એનું જણાવ્યુંકે, પોતાને પ્રદીપ ગુરુજી અને યોગગુરુ તરીકે ઓળખાતા નકલીનોટોના કારોબારના મુખ્યસૂત્રધારનું સાચું નામ પ્રદીપ જોટંગિયા છે. એટલું જ નહીં તેના અંગે તેમણે ચોંકાવનારી હકીકતો બધાની સામે લાવવાનો પ્રયાસ કર્યો છે.


તેમણે પ્રદીપને ગુજરાતનો બીજો આશારામ પણ ગણાવ્યો છે. એક તરફ તેમણે ફેક કરન્સીનું મસમોટું રેકેટ ઝડપી પાડનાર ગુજરાત પોલીસના વખાણ કર્યાં છે. તો બીજી તરફ પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા યોગગુરુ બનીને લોકોને ગઠનાર પ્રદીપ જેવા બાબાઓ અને તેની સાથે વગદાર લોકોની નીકટતાને લઈને સરકાર અને સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉઠાવ્યાં છે. અહીં અમે તેમણે પોતાના ફેસબુક પોસ્ટ પર જે લખાણ લખ્યું છે તે શબ્દસહ પોસ્ટ કરીએ છીએ. તેમના વિચારો વ્યક્તિગત હોઈ શકે છે.


પૂર્વ IPS અધિકારી રમેશ સવાણીએ પોતાની FACE BOOK પ્રોફાઈલ પર પોસ્ટ કરેલ લખાણ નીચે શબ્દસહ દર્શાવાયું છેઃ

પોલીસે ઉગતા આશારામને અટકાવ્યો!

મૂળ રાજકોટના પ્રદીપ જોટંગિયાએ સુરત કામરેજ પાસે ધોરણ-પારડી ગામમાં તાપી નદીના કિનારે ‘શ્રી સત્યમ્ યોગ ફાઉન્ડેશન’ નામે 2008માં આશ્રમ ઊભો કર્યો હતો. તે પોતાને અષ્ટાંગ યોગસિદ્ધ યોગગુરુ કહે છે. લોકો તેને ‘સદગુરુ પ્રદીપજી’ કહે છે. તે યોગ/ ધ્યાન/ આધ્યાત્મિક પ્રવચનો આપવાનું કામ કરે છે. અગાઉ તે રાજકોટમાં હેર કટિંગ સલૂન ‘સત્યમ હેર ડ્રેસર’ ચલાવતો હતો. પછી ત્યાં ‘પટેલ ફાઉન્ડેશન’ના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો.

અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે, 19 માર્ચ 2026ના રોજ, રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ફોર્ચ્યુનર ગાડીને ચેક કરતા ‘સદગુરુ પ્રદીપજી’ પાસેથી, રુપિયા 500ની 42,000 નકલી નોટો (કુલ ₹2.10 કરોડ) મળી હતી. તેની ગાડી પર “Shri Satyam Yog Foundation Recognized by Ayush Mantralay, Govt. of India” અને “VVVIP” સ્ટિકર લગાવીને સરકારી ઢોંગ કરતો હતો. એ પછી પોલીસે સુરતના તેના આશ્રમમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી રુપિયા 500ની 28 લાખની નકલી નોટો મળી હતી. રુપિયા 500ની નકલી નોટનું પ્રિન્ટિંગ થતું હતું. લગભગ 2 કરોડથી વધુ નકલી નોટોનો જથ્થો મળ્યો છે. ચીનમાંથી (અલીબાબા જેવા પ્લેટફોર્મ પરથી) RBI જેવું સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવતા, ફોટો-એડિટિંગ સોફ્ટવેર અને AI (જેમ કે ChatGPT) વાપરીને ઉચ્ચ ક્વોલિટીની નોટો તૈયાર કરતો હતો.

પોલીસે 7 આરોપીઓ ‘સદગુરુ પ્રદીપજી’/ મુકેશ ઠુમ્મર/ અશોક માવાણી/ રમેશ ભલાર/ દિવ્યેશ રાણા/ ભરત કાકડીયા અને સુરતની એક મહિલાને અરેસ્ટ કરેલ છે.

થોડા મુદ્દાઓ:

[1] શું આ ‘સદગુરુ પ્રદીપજી’ના ભક્તોને ખબર જ ન પડી કે પોતાનો ગુરુ આશારામ જેવો ઠગ છે? તેમના ભક્તો પણ કેવા! ‘સદગુરુ પ્રદીપજી’ ગળામાં સોનાનો લાંબો હાર પહેરીને યોગા કરે તે જોઈને આંખો ન ખૂલી જાય? વળી ભૂમિ માટે ડોનેશનની વારંવાર ટહેલ નાખે ત્યારે ભક્તોને આ હાર દેખાતો નહીં હોય?

[2] ‘સદગુરુ પ્રદીપજી’ પોતાની કાર પર ‘Shri Satyam Yog Foundation Recognized by Ayush Mantralay, Govt. of India’ એવું ક્યા આધારે લખાવતો? શું તેણે Ayush Mantralayથી માન્યતા મેળવેલ હતી? આયુષ મંત્રાલયે ક્યા આધારે માન્યતા આપેલ?

[3] ‘સદગુરુ પ્રદીપજી’એ સુરતમાં આશ્રમ/ ધામના નામે લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા છે અને છેતરપિંડી કરી છે. જેઓ પૈસા પરત માંગતા તેમને મારી નાખવાની ધમકી આપતો હતો. તે અંગે પોલીસ અલગ ગુનો દાખલ કરશે? 2018માં, પૈસાની ઉઘરાણી કરનારાઓને ડરાવવા આત્મહત્યાનું નાટક પણ તેણે કર્યું હતું!

[4] ‘સદગુરુ પ્રદીપજી’એ કોઈ મેડિકલ ડિગ્રી વગર ‘નીડલ પંચર’ (એક્યુપંક્ચર જેવી) સારવાર કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. તેની તપાસ થશે?

[5] ગુજરાત એટલે નકલી વ્યક્તિઓ/ નકલી કચેરીઓ/ નકલી ચીજવસ્તુઓનું પાવર હાઉસ! 2024માં અમદાવાદ/ ગાંધીનગરમાં Morris Samuel Christian (37 વર્ષ) ઝડપાયો. તેણે 2019થી 2024 સુધી નકલી arbitration tribunal (ફેક કોર્ટ) ચલાવીને લોકોને લેન્ડ ડિસ્પ્યુટમાં છેતર્યા હતા! 2023માં મોરબી જિલ્લામાં નકલી ટોલ પ્લાઝા ઝડપાયું હતું. તે 1 વર્ષથી, NH-8A પર વાહનોને બાયપાસ કરીને પૈસા વસૂલ કરતું હતું અને ₹75 કરોડથી વધુ કમાણી કરી હતી! 2025માં રાજકોટમાંથી નકલી IPS અધિકારી Vivek Dave ઝડપાયો હતો! 2025માં અમદાવાદમાંથી નકલી PSI Tarun Brahmbhatt ઝડપાયો હતો! 2026માં વડોદરામાંથી નકલી PSI Mobin Sodagar ઝડપાયો હતો! 2026માં સાબરકાંઠામાંથી નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ, જે યુરિયા, ડિટર્જન્ટથી દૂધ બનાવતી હતી! 2025માં સુરતમાંથી 25 ટન નકલી ઘી ઝડપાયું હતું! ગુજરાતમાં કેટલા નકલી લોકો છે અને કેટલી નકલી ચીજવસ્તુઓ વેચાઈ રહી છે, એની ગુજરાત સરકારને પણ જાણ નથી! શંકા રહે છે કે શું ગુજરાતમાં નકલી ‘કમલમ’ તો નથી ને?

[6] આ ‘સદગુરુ પ્રદીપજી’માં આશારામના બધા તત્વો મોજુદ છે. તેમનું ફેસબુક એકાઉન્ટ ‘Shree Satyam Yog Foundation’ જૂઓ. તે ચમત્કાર કરે છે. ડાયાબિટીસ નાબૂદ કરે છે. હઠીલા રોગો દૂર કરે છે. રેકી પદ્ધતિ કરે છે. આયુર્વેદની દવા કરે છે. પેટમાં ભરાયેલું પાણી બહાર કાઢે છે. ગળામાં સોનેરી સ્ટેથોસ્કોપ રાખી ઓપરેશન કરે છે! ભક્તજનોના ઘેર પધરામણી કરે છે. મહિલાઓ આરતી ઉતારે છે. નાની બાળા તેની સ્તુતિ કરે છે. આડા સંબંધની વાત કરે છે. ઘરકંકાસ કેમ દૂર કરવો તેના ઉપદેશો આપે છે. ‘સદગુરુ પ્રદીપજી’ના ફોટાઓ ભાજપના રાજકીય નેતાઓ સાથે છે. શું ઠગાઈ કરવા આટલું પૂરતું નથી?

યોગ/ ધ્યાન/ આધ્યાત્મિકતા એવા શબ્દો છે કે તેના નામે તમે આધ્યાત્મિક ગુરુ બની શકો છો, બિઝનેસમેન બની શકો છો. આશારામ / બાબા રામદેવ વગેરેએ આ વાયરસ ફેલાવ્યો છે!

પોલીસને ધન્યવાદ ઘટે છે, તેમણે ‘સદગુરુ પ્રદીપજી’ને, ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ થતાં અને ઊગતા આશારામને અટકાવી દીધા છે! [19 માર્ચ 2026]

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનો ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનો ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી: આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

કુદરત રૂઠી: કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી: ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મેદાનમાં, કલેક્ટરને પત્ર લખી 'અર્બન કેટેગરી'માં સમાવવા કરી માગ

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી

ભારે વરસાદ બાદ પાદરાના રામેશ્વર તળાવમાંથી બહાર નીકળ્યા 2 મગર: મધરાતે રહેણાંક વિસ્તારમાં મચી દોડધામ

ભારે વરસાદ બાદ પાદરાના રામેશ્વર તળાવમાંથી બહાર નીકળ્યા 2 મગર

ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ જળ: જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઐતિહાસિક MoU

ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ જળ

એપ્રિલમાં ફરી આફતના એંધાણ: અંબાલાલ પટેલની પ્રી-મોન્સૂન એક્ટિવિટીની ગંભીર આગાહી, જાણો ક્યારથી વાતાવરણમાં આવશે પલટો

એપ્રિલમાં ફરી આફતના એંધાણ
Play Video

કારમાં મહિલા હશે તો તપાસ નહીં થાય, યોગગુરુએ પણ આવું જ વિચાર્યું હતું!: 24 કલાક એક જ કપડાંમાં રસ્તા પર નોટો ભરેલી ગાડીની રાહ જોતી રહી પોલીસ, અને પછી...

કારમાં મહિલા હશે તો તપાસ નહીં થાય, યોગગુરુએ પણ આવું જ વિચાર્યું હતું!

કચ્છના રણમાં વાવાઝોડાએ અગરિયાઓની છ મહિનાની મહેનત ધોઈ નાખી: ઝૂંપડા અને સોલર પેનલો ઉડી જતા સરકાર પાસે સહાયની માંગ

કચ્છના રણમાં વાવાઝોડાએ અગરિયાઓની છ મહિનાની મહેનત ધોઈ નાખી
Play Video

'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે' આટલું કહીં ભાંગી પડ્યો યોગગુરુ: જાણો કરોડોની ચલણી નોટો ભરેલી ગાડી સુરતથી અમદાવાદ આવી રહી છે એવી બાતમી મળી પછી પોલીસે શું કર્યું?

'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે' આટલું કહીં ભાંગી પડ્યો યોગગુરુ

કાર, પીકઅપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત: રાજકોટ-લીંબડી નેશનલ હાઈવે પર કારનો કચ્ચરઘાણ નીકળ્યો, 2 ના મોત અને 2ની હાલત ગંભીર

કાર, પીકઅપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

મિની વાવાઝોડાએ સુરતને ઘમરોળ્યું: મનપાનું હોર્ડિંગ પડતા ઘૂઘરા વેચતા પ્રોઢનું કમકમાટીભર્યું મોત, શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી

મિની વાવાઝોડાએ સુરતને ઘમરોળ્યું