Home Gujarat Surat Cyber Crimes Big Success Accused Of Embezzling Crores In The Name Of Forex Trading Arrested Fromvadodara

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા : ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 12:39 PM IST

Surat News: રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. ફોરેક્સ ટ્રેડિંગમાં નફાની લાલચ આપી ₹56.92 લાખની છેતરપીંડી આચરનાર આરોપી સોમપુરી ઉર્ફે કિશનપુરી ગોસ્વામીને પોલીસે વડોદરાથી દબોચી લીધો છે.

શું હતી સમગ્ર ઘટના?

ભોગ બનનારને BOTALPHA.ME નામની વેબસાઇટ દ્વારા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઠગબાજોએ દર મહિને 5 થી 6 ટકા વળતર આપવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં આવીને ભોગ બનનારે ટુકડે-ટુકડે કુલ ₹56,92,000 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે વળતર કે મુદલ રકમ પરત ન મળી, ત્યારે છેતરપીંડીનો અહેસાસ થતા સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસ તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા

સુરત સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે 38 વર્ષીય આરોપી સોમપુરી ગોસ્વામીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન નીચે મુજબની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી રોકાણ કરાવવા બદલ 10% કમિશન મેળવતો હતો અને દર મહિને અંદાજે ₹1.5 લાખની કમાણી કરતો હતો.

આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લવીશ ચૌધરી હાલ દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવી રહ્યો છે. અન્ય એક આરોપી દીપક ગોસ્વામીની પણ સંડોવણી સામે આવી છે. પકડાયેલ આરોપી સોમપુરીએ અત્યાર સુધીમાં દુબઈ અને બેંકોક સહિત કુલ 18 વખત વિદેશ પ્રવાસ ખેડ્યો છે. જે બેંક ખાતાઓમાં રકમ જમા થઈ હતી, તેની તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખાતાઓ સામે દેશભરમાં કુલ 50 ફરિયાદો નોંધાયેલી છે અને અંદાજે ₹10.02 કરોડથી વધુની છેતરપીંડીનું જોડાણ બહાર આવ્યું છે.

સાવચેતીના પગલાં

સાયબર નિષ્ણાતોના મતે, કોઈપણ અજાણી વેબસાઇટ કે એપ પર "ગેરંટીડ પ્રોફિટ"ની લાલચમાં આવી રોકાણ કરવું જોખમી છે. રોકાણ કરતા પહેલા તે સંસ્થા RBI કે SEBI માન્ય છે કે નહીં તેની ચકાસણી કરવી અનિવાર્ય છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર તથા અન્ય સાગરીતો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now