Home Gujarat Patan Jhiliya Village Bulldozer Preparation At Bhavesh Desai Farm House

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર : લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 01:45 PM IST

Patan News: પાટણના ઝીલિયામાં થયેલા લોહિયાળ ગેંગવોરના મામલે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે. આ ગુનાના મુખ્ય સૂત્રધાર ગણાતા ભાવેશ દેસાઈના ગેરકાયદેસર સામ્રાજ્ય પર વહીવટીતંત્રનું બુલડોઝર ફરી વળવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

ગૌચરની જમીન પર ઊભું કર્યું હતું 'ક્રાઈમ સેન્ટર'

મળતી માહિતી મુજબ, ભાવેશ દેસાઈએ ઝીલિયા ખાતે સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે આલીશાન ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું. આ ફાર્મ હાઉસ માત્ર રહેવા માટે નહીં, પરંતુ તેની 'મસ્તાની ગેંગ' ના કાળા કારોબારના મુખ્ય મથક તરીકે વપરાતું હતું. અહીંથી જ ગેંગની તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે.

પોલીસ અને નેતાઓ સાથેના જોડાણની ચર્ચાઓ

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, આ ફાર્મ હાઉસ પર અનેક મળતિયા પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓની પણ અવરજવર રહેતી હતી. આટલા લાંબા સમય સુધી ગૌચરની જમીન પર દબાણ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવા પાછળ આ કથિત જોડાણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

પોલીસની છબી સુધારવા કવાયત

ઝીલિયા ગેંગવોરની ઘટના બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. લોકોમાં ઉઠેલા રોષ અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને જોતા હવે પોલીસ અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે. પોતાની ખરડાયેલી છબી સુધારવા અને ગુનેગારોમાં ફાળ પાડવા માટે હવે આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. પ્રશાસનની આ કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now