Home Gujarat Three Horrific Accidents In Vadodara

વડોદરામાં ભયાનક અકસ્માતની ત્રણ ધટના : પાંચ કલાકમાં ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ

વડોદરામાં ભયાનક અકસ્માતની ત્રણ ધટના
Published by: Offbeat Team
| Last Updated: Jan 08, 2026, 03:10 PM IST

Vadodara Accident News: વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે, જે ગંભીર ચિંતા ઉભી કરી રહી છે. શહેરમાં છેલ્લા માત્ર પાંચ કલાકમાં અલગ-અલગ વિસ્તારોમાં થયેલા ત્રણ ગંભીર અકસ્માતોમાં ત્રણ લોકોના કરુણ મોત થતા સમગ્ર શહેરમાં હચમચી ઉઠ્યું છે. વડસર, હરણી રોડ બાદ છાણી ફતેગંજ વિસ્તારમાં થયેલા અકસ્માતે ફરી એકવાર ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરી છે.

વડોદરામાં અકસ્માતનો સિલસિલો!

પ્રથમ અકસ્માત વડસર બ્રિજ પાસે થયો હતો, જ્યાં વડોદરા મહાનગરપાલિકાના ડમ્પરે સાઇકલ પર જઈ રહેલા એક વૃદ્ધને કચડી નાખ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ ડમ્પરચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બીજો બનાવ એરપોર્ટ સર્કલ પાસે સર્જાયો હતો, જ્યાં એક આઈસર ચાલકે નિયંત્રણ ગુમાવી ઝાડ સાથે અથડાયા બાદ એક રાહદારીને અડફેટે લીધો હતો. ત્યારબાદ આઈસર બે બાઈક અને એક કારને ટક્કર મારતા હાહાકાર મચી ગયો હતો. આ અકસ્માતમાં 69 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ટ્રક ચાલકની ટક્કરથી મોત

ત્રીજો અને અત્યંત ગોઝારો અકસ્માત છાણી ફતેગંજ વિસ્તારમાં થયો હતો. અહીં એક્ટિવા (મોપેડ) ચાલક અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 60 વર્ષીય રાજુભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. રાજુભાઈ ફતેગંજના અમરનગર વિસ્તારમાં રહેતા હતા અને રેલવે વિભાગમાંથી નિવૃત્ત કર્મચારી હતા. તેઓ બેંકના કામ માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા. અથડામણ બાદ તેઓ રોડ પર પટકાયા અને ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું.

અકસ્માત બાદ વિસ્તારમાં લોહિયાળ દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં ભય સાથે આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ સ્થળ પર પહોંચી, ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હિટ એન્ડ રનનો બનાવ છે અને ફરાર ટ્રક ચાલકને પકડવા સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી ચાલી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી: આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

કુદરત રૂઠી: કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી: ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મેદાનમાં, કલેક્ટરને પત્ર લખી 'અર્બન કેટેગરી'માં સમાવવા કરી માગ

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી