Gujarat News: ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આપ ના નેતા પ્રવીણ રામ માટે પોલીસ પ્રોટેક્શનની માંગ સાથે ઈસુદાને ભાજપ સામે આક્ષેપો કર્યા હતા. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ માટે પોલીસ પ્રોટેક્શનની કરી માંગણી કરી છે.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું છેકે, અમારા નેતા પ્રવીણ રામની જાન પર ખતરો છે અને એમના ઉપર હુમલો થવાની શક્યતા છે. DGP દ્વારા IG અને SPને સૂચના આપીને પ્રવીણ રામને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતુંકે, ભાજપવાળા પ્રવીણ રામની “ઘેડ બચાઓ પદયાત્રા”માં અડચણ ઊભી કરી રહ્યા છે. ભાજપવાળા કામ કરતા નથી, બીજાને કામ કરવા દેતા પણ નથી, કોઈ કામ કરે તો એમના અવાજને દબાવી દે છે. ભાજપવાળા પોતાના માણસોને મોકલીને પ્રવીણ રામને હેરાન કરવાની અને સભાઓ રદ કરવાની કોશિશ કરી રહ્યા છે. ભાજપવાળા 30 વર્ષથી ઘેડ બચાવવા માટે આશ્વાસન આપી રહ્યા છે. જુનાગઢ, પોરબંદર, દ્વારકાના ગ્રામજનો ઘેડના પાણી ભરાવાના કારણે 30 વર્ષથી પીડાઈ રહ્યા છે.