logo-img
State Police Chief Vikas Sahay Holds Important Meeting

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વપૂર્ણ બેઠક : લોકલ પોલીસને એક્ટિવ રહેવા સૂચન, એજન્સીઓને તમામ રીતે તૈયાર રહેવા અપાયું માર્ગદર્શન

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વપૂર્ણ બેઠક
Published by: Offbeat Team
| Last Updated: Nov 13, 2025, 07:24 AM IST

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરઓ અને જિલ્લાઓના પોલીસ વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આતંકવાદી ગતિવિધિઓ અનુસંધાને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એડવાન્સ લેવલની તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવાની સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

વિકાસ સહાયની મહત્વપૂર્ણ બેઠક

નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકીને આ બેઠકમાં ATS સહિત તમામ ફિલ્ડ યુનિટના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત (સ્ટ્રેન્ધન) કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની કામગીરીની સમીક્ષા કરી વિવિધ ૩૦ મુદ્દાઓ પર રજીસ્ટરની યોગ્ય નિભાવણી કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.

આરોપીઓ પર સતત વોચ રાખવાની સૂચના

બેઠકમાં ખાસ કરીને આતંકવાદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગંભીર ગુનાઓમાં એટલે કે અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ તેમજ ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ ઉપરાંત NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ), આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ફેક ઇન્ડિયન કરન્સી (નકલી ભારતીય ચલણ)અગાઉ પકડાયેલા આરોપીઓ, ગુનાહિત ઇતિહાસ સહિતનું રજીસ્ટર નિભાવવા તથા આ પ્રકારના આરોપીઓ પર સતત વોચ રાખવા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.

લોકલ પોલીસને એક્ટિવ રહેવા સૂચના

રાજ્યના પોલીસ વડા સહાયે માત્ર SOG ને જ નહીં, પરંતુ લોકલ પોલીસને પણ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સને સક્રિય રાખીને આ પ્રકારની પ્રવૃત્તિઓ અંગે સતત વોચ રાખવા માટે જરૂરી સૂચના આપી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં પોલીસ ભવન ખાતેથી ATS એડીજીપી, ATS ડીઆઇજી, રાજ્યના આઈ.બી. (ઈન્ટેલિજન્સ બ્યુરો) ડી.આઇ.જી હાજર રહ્યા હતા. જ્યારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ યુનિટના વડા, તમામ પોલીસ કમિશનર અને જિલ્લાઓના પોલીસ વડાઓ જોડાયા હતા

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now