Amit Shah Gujarat tour cancelled : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 13 નવેમ્બરનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. તેઓ અમદાવાદ અને મહેસાણા જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ દિલ્હી બ્લાસ્ટમાં આતંકવાદી કનેક્શન સામે આવ્યા બાદ આખા દેશમાં એલર્ટ જાહેર થતાં સુરક્ષા કારણોસર તેમનો પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન
માહિતી મુજબ, અમિત શાહ પોતાના સંસદીય ક્ષેત્ર મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામ ખાતે આવેલા મોતીલાલ ચૌધરી સૈનિક શાળામાં દૂધસાગર ડેરી દ્વારા શરૂ થનારા ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાના હતા. આ સાથે તેઓ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન પણ કરવાના હતા.
સમગ્ર દેશમાં હાઇ એલર્ટ
કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલી માહિતીના આધારે દિલ્હી બ્લાસ્ટ પછી વધારાની સાવચેતીરૂપે સમગ્ર દેશમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ હાલ માટે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ રાજ્યના રાજકીય તેમજ વહીવટી તંત્રમાં ચર્ચાનો માહોલ છે અને સુરક્ષા એજન્સીઓ હાલ ચુસ્ત તૈનાત છે.




















