Home Gujarat Godhra Ohe Cable Animal Death Railway Incident

પંચમહાલમાં વિચિત્ર અકસ્માત : OHE કેબલ સાથે ઢેલ અથડાતા વીજપોલ નમ્યો, રેલવે વ્યવહાર ખોરવાયો!

રેલવે કેબલ સાથે અથડાતાં પ્રાણીનું મોત, ટ્રેનોની અવરજવર પ્રભાવિત
Published by: Chintan Chavda
Last Updated: Mar 31, 2026, 12:51 PM IST

પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક સંતરોડ-ચંચેલાવ વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ મુખ્ય રેલમાર્ગ પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. રેલવેના ઓવરહેડ ઈલેક્ટ્રિક (OHE) કેબલ સાથે અથડાતા એક ઢેલને વીજ કરંટ લાગતા તેનું સ્થળ પર જ મોત થયું હતું.

ઓવરહેડ કેબલ સાથે અથડાઇ ઢેલ

મળતી માહિતી મુજબ, ઢેલ રેલવે ટ્રેક નજીક આવતા ઓવરહેડ કેબલ સાથે અથડાયો હતો, જેના કારણે તાત્કાલિક ભડકો થયો હતો. આ ભડકાના કારણે OHE વીજપોલમાં કરંટનો પ્રભાવ નીચે સુધી ઉતર્યો હતો, જેના પરિણામે ત્યાં ખાડો પડી ગયો અને વીજપોલ નમ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્રના અધિકારીઓ સાથે DySP સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે લાઇન પર ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ હતી, જેના કારણે મુસાફરોને પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ મોટી તકનિકી ખામી સામે આવી ન હતી, જેના કારણે થોડા સમય બાદ રેલ વ્યવહાર ફરી પૂર્વવત શરૂ કરવામાં આવ્યો હતો. આ માર્ગ દેશનો મહત્વપૂર્ણ રેલમાર્ગ હોવાથી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: 12 બોર, 4 ટાંકી છતાં 5 દિવસથી પાણી વગર તરસ્યું ગામ! : 'હાય રે સરપંચ હાય હાય'ના નારા સાથે ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા ગ્રામજનોએ કાઢી અંતિમ યાત્રા!

પોલીસ દ્વારા મૃત્યુ પામેલી ઢેલને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...