Home Gujarat Ahmedabad Fake Map Exposed Once Again Ahmedabad Vigyan Jatha Exposes The Entire Incident

અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ : વિજ્ઞાનજાથાએ રાજૂ સોલંકીના ‘ચમત્કારો’ની ખોલી પોલ, જાણો કેવી રીતે ઉજાગર થઈ ઘટના?

Ahmedabad News
Published by: Viral Patel
Last Updated: Mar 31, 2026, 01:41 PM IST

Ahmedabad: શહેરમાં અંધશ્રદ્ધાના નામે નિર્દોષ લોકોને છેતરતા તત્વો સામે ફરી એકવાર લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિજ્ઞાનજાથા દ્વારા એક સફળ ઓપરેશન હાથ ધરીને ‘નકલી ભૂવા’નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિજ્ઞાનજાથાના આક્ષેપ મુજબ, રાજૂ સોલંકી નામનો શખ્સ ભૂવા બનીને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી લાખો રૂપિયા પડાવતો હતો.

વિજ્ઞાનજાથાએ કેવી રીતે કરી ઉજાગર ઘટના?

છેલ્લા ઘણા સમયથી વિજ્ઞાનજાથાને ફરિયાદો મળી રહી હતી કે નિકોલ વિસ્તારમાં રાજૂ સોલંકી નામનો વ્યક્તિ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે. તે માંદગી દૂર કરવા, પારિવારિક સમસ્યાઓ ઉકેલવા અને દુઃખ દૂર કરવાના બહાને લોકો પાસેથી મસમોટી રકમ પડાવતો હતો. વિજ્ઞાનજાથાની ટીમે એક પ્લાન બનાવીને આ નકલી ભૂવાની કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. ટીમે જ્યારે દરોડો પાડ્યો ત્યારે સામે આવ્યું કે રાજૂ સોલંકી કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક જ્ઞાન વગર માત્ર ડર બતાવીને લોકોને લૂંટી રહ્યો હતો.

કેવી રીતે થતી હતી છેતરપિંડી?

પ્રાપ્ત વિગતો મુજબ, આ નકલી ભૂવો નીચે મુજબની મોડસ ઓપરેન્ડી અપનાવતો હતો. લોકોને એવું કહીને ડરાવવામાં આવતા કે તેમના ઘર પર કોઈ મોટું સંકટ છે. વિધિના નામે હજારો અને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવતી. અસાધ્ય રોગોને મટાડી દેવાના ખોટા દાવા કરીને દર્દીઓના પરિવારજનોને ગુમરાહ કરવામાં આવતા હતા.

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વિજ્ઞાનજાથાએ પુરાવાઓ સાથે પોલીસને રજૂઆત કરી છે. હાલ પોલીસે રાજૂ સોલંકીની અટકાયત કરી છે અને તેની સામે છેતરપિંડી તેમજ અંધશ્રદ્ધા ફેલાવવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિજ્ઞાનજાથાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે લોકોએ જાગૃત થવાની જરૂર છે. વિજ્ઞાનના યુગમાં આવા ઢોંગી લોકોથી બચવું જોઈએ અને જો કોઈ આવી રીતે છેતરપિંડી કરતું હોય તો તરત જ તંત્રનો સંપર્ક કરવો જોઈએ.

આ ઘટના બાદ નિકોલ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધી આ નકલી ભૂવાએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
Play Video
બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક