Home Gujarat Ahmedabad Ahmedabad Bapunagar Attack Vandalism Case

બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક : ગાડીઓ અને ઓફિસમાં કરી તોડફોડ, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ

બાપુનગર વિસ્તારમાં તોડફોડ કરવા આવેલા લોકોનું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Mar 31, 2026, 09:23 AM IST

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બાજુમાં રહેતા એક વૃદ્ધ પર જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી અને તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ આસપાસના વિસ્તારમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને લઈને બાપુનગર પોલીસે ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ન જીવી બાબતે મારામારી

મળતી માહિતી મુજબ, ગાયત્રી મંદિર પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં નલીનભાઈ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે રહે છે. જીગર પટેલ સાથે તેમના પુત્ર દેવાંગની ઓળખાણ પહેલા જેલમાં થઈ હતી. જીગર જ્યારે પેરોલ પર બહાર આવતો ત્યારે દેવાંગને મળવા આવતો હતો. તાજેતરમાં જીગરે દેવાંગને નિકોલના શુકન ચાર રસ્તા પાસે મળવા બોલાવ્યો હતો, જ્યાં તેણે ખર્ચના પૈસા માંગ્યા હતા. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં દેવાંગનો મિત્ર પણ વચ્ચે પડ્યો હતો.
જૂની અદાવતમાં હુમલો

આ વિવાદ બાદ દેવાંગ ઘરે પરત ફર્યો હતો, પરંતુ 30 માર્ચની મોડી રાત્રે જીગર પટેલ પોતાના ભાઈ અને અન્ય સાથીદારો સાથે નલીનભાઈના ઘરે પહોંચ્યો હતો. તે સમયે ઘરની બહાર સૂતા નલીનભાઈને તેમના દીકરા વિશે પૂછતાં ગાળો બોલી ધમકીઓ આપી હતી. વૃદ્ધે શાંતિથી વાત કરવા કહ્યું ત્યારે જીગરે લોખંડની પાઇપ વડે હુમલો કરીને તેમને ઈજા પહોંચાડી હતી.

ભાજપના કોર્પોરેટરની ઓફિસ તોડફોડ

બુમાબુમ સાંભળી આસપાસના લોકો અને પરિવારજનો એકત્ર થયા હતા. આ દરમિયાન આરોપીઓના અન્ય સાથીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને સૌએ મળીને પાર્ક કરેલી બે ગાડીઓ સહિત આસપાસની વસ્તુઓમાં તોડફોડ કરી હતી. ભાજપના કોર્પોરેટરની ઓફિસ બહાર મુકેલી તિજોરીના કાચ, બોર્ડ અને શેડ પર લગાવેલા પંખામાં પણ નુકસાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit; ટેક્નોલોજી હબ બનશે ગુજરાત : આ સેમિકન્ડક્ટર પ્લાન્ટથી AIની દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો

પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જોકે તે પહેલા જ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને ભાજપના કોર્પોરેટરની ઓફિસ પાસે જ તોડફોડ થતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વાવ-થરાદમાં વિકાસનો મહાવિસ્ફોટ
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
ચૈત્રી પૂનમના મેળામાં કરૂણ અકસ્માત!
ભાજપ કાલથી ઉમેદવારના સેન્સ લેવાનું શરૂ કરશે